)
કોઈપણ વ્યક્તિ પાસે નિવૃત્તિ માટે ઈમરજન્સી ફંડ (Emergency Fund) અને નિવૃત્તિ ફંડ (Retirement Fund) ની અલગ વ્યવસ્થા હોવી જોઈએ. હકીકતમાં Emergency Fund અને Retirement Fund બંને સારી નાણાકીય યોજનાઓ માટે જરૂરી માનવામાં આવે છે, પરંતુ બંનેનો ઉદ્દેશ્ય અલગ હોય છે. Emergency Fund અચાનક આવતી આર્થિક જરૂરિયાત પૂર્ણ કરવામાં મદદ કરે છે, જ્યારે નિવૃત્તિ ફંડ નોકરી કે નિયમિત આવક બંધ થયા બાદના ખર્ચ માટે તૈયાર કરવામાં આવે છે. આવો સમજીએ ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે બંને ફંડને અલગ-અલગ રાખવા કેમ જરૂરી છે.
ઈમરજન્સી ફંડ ક્યારે આવે છે કામ
Emergency Fund એવા પૈસા છે જે અચાનક આવનાર ખર્ચ માટે સુરક્ષિત રાખવામાં આવે છે. નોકરી જવા, મેડિકલ ઈમરજન્સી, ઘરનું જરૂરી રિનોવેશન કે પરિવારમાં અચાનક આવી પડેલી સ્થિતિમાં આ પૈસા કામ આવે છે. સામાન્ય રીતે ઓછામાં ઓછા 3થી 6 મહિનાના જરૂરી ખર્ચ બરાબર ઈમરજન્સી ફંડ રાખવાની સલાહ આપવામાં આવે છે. જે લોકોની આવક અનિયમિત છે, તે વધુ રકમ રાખી શકે છે.
આ ફંડનો સૌથી મોટો ફાયદો છે કે અચાનક ખર્ચ આવવા પર તમારે કોઈ પાસેથી ઉધાર લેવા કે ક્રેડિટ કાર્ડનો સહારો લેવાની જરૂર ઓછી પડે છે. સાથે લાંબાગાળાની રોકાણ યોજનાઓને વચ્ચે તોડવી પડતી નથી. ઈમરજન્સી ફંડના પૈસા એવી જગ્યાએ રાખવાના હોય છે, જ્યાં જરૂર પડવા પર સરળતાથી ઉપાડી શકાય.
Retirement Fund ક્યારે કામ આવે છે
Retirement Fund નો ઉદ્દેશ્ય નિવૃત્તિ બાદના જીવન માટે પૈસા તૈયાર કરવાનો છે. નોકરી દરમિયાન દર મહિને નિયમિત આવક મળે છે, પરંતુ નિવૃત્તિ બાદ આ આવક બંધ થઈ જાય છે. તેવામાં ઘરના ખર્ચ, મેડિકલ જરૂરિયાત, યાત્રા અને બીજી જરૂરિયાત માટે પોતાની બચત અને રોકાણ પર નિર્ભર રહેવું પડે છે.
Retirement Fund બનાવવા માટે EPF, PPF, NPS અને લાંબાગાળા માટે SIP જેવા વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે, જેટલું જલ્દી નિવૃત્તિ માટે રોકાણ શરૂ કરવામાં આવે છે, એટલો લાંબો સમય રોકાણ વધવા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે.
બંને ફંડને અલગ રાખવા કેમ જરૂરી છે?
જો Emergency માટે રાખેલા પૈસા Retirement Fund માં રોકાણ કરવામાં આવે તો અચાનક જરૂર પડવા પર લાંબાગાળાનું રોકાણ ઉપાડવું પડી શકે છે. તેનાથી નિવૃત્તિ માટે તૈયાર થનાર કુલ ફંડ પ્રભાવિત થઈ શકે છે. બીજીતરફ, જો ઈમરજન્સી ફંડનો વારંવાર નાની-મોટી જરૂરિયાત માટે ઉપયોગ કરવામાં આવે છે તો નિવૃત્તિનું લક્ષ્ય પૂરુ કરવું મુશ્કેલ બની શકે છે.
તેથી Emergency Fund ને તત્કાલ આર્થિક સુરક્ષા અને Retirement Fund ને ભવિષ્યની આર્થિક સુરક્ષા તરીકે જોવું જોઈએ. બંને ફંડ સાથે હોવાથી અચાનક આવતા ખર્ચનો સામનો કરવામાં સરળતા રહે છે અને નિવૃત્તિ માટે કરવામાં આવેલા રોકાણને લાંબા સમય સુધી વધારવાની તક મળે છે. આ કારણ છે કે સારી નાણાકીય યોજનામાં બંનેની પોતાની ભૂમિકા અલગ છે.