)
Ranbir Kapoor First Look: સંજય લીલા ભણસાલીની બહુચર્ચીત ફિલ્મ લવ એન્ડ વોરની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. સાથે જ આ ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રણબીર કપૂરનો ઇન્ટેન્સ લુક દેખાડવામાં આવ્યો છે. સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોર ફિલ્મમાં પહેલી વખત વિકી કૌશલ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકસાથે જોવા મળશે.
ફિલ્મ ગંગુભાઈ કાઠીયાવાડી પછી સંજય લીલા ભણસાલી હવે લવ એન્ડ વોર ફિલ્મ સાથે આવી રહ્યા છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મની રાહ દર્શકો ઘણા સમયથી જોઈ રહ્યા છે. દર્શકોની આતુરતાને ધ્યાનમાં રાખીને હવે ફિલ્મ મેકર્સ તરફથી ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રણબીર કપૂરનો ફર્સ્ટ લુક રીવિલ કરાયો છે. લવ એન્ડ વોર ફિલ્મમાંથી રણબીર કપૂરનો ફર્સ્ટ લુક જોયા પછી લોકોની આતુરતા વધી ગઈ છે કારણ કે રણબીર કપૂર આ લુકમાં જબરદસ્ત લાગે છે. પહેલું પોસ્ટર જોતા લાગે છે કે ફિલ્મમાં રણબીર કપૂરનો રોલ અલગ જ હશે.
ભણસાલી પ્રોડક્શનના એક્સ એકાઉન્ટ પરથી આ પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. રણબીર કપૂરના first look ની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ લખવામાં આવી છે. લવ એન્ડ વોર ફિલ્મ 21 જાન્યુઆરી 2027 ના રોજ થશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પોસ્ટર શેર કરવાની સાથે જ કેપ્શનમાં કેટલાક શબ્દો પણ લખવામાં આવ્યા છે જે ફિલ્મ કેટલી ઇન્ટેન્સ હશે તે દર્શાવે છે. પોસ્ટરના કેપ્શનમાં રુતબા, રૂવાબ અને જુનૂન જેવા શબ્દ લખવામાં આવ્યા છે.
કેવું છે ફિલ્મનું પોસ્ટર ?
રણવીર કપૂરનો જે ફર્સ્ટ લુક શેર કરવામાં આવ્યો છે જેમાં રણવીર કપૂર એક ઓપન કાર ચલાવતો જોવા મળે છે. તેના ચહેરા પર ગંભીર એક્સપ્રેસન છે અને એક હાથ કારની બહાર રાખેલો છે જેમાંથી લોહી નીકળતું હોય છે. પોસ્ટરમાં રણબીર કપૂરનો ઈન્ટેન્સ લુક દેખાય છે. પોસ્ટર જોતા લાગે છે કે લવ એન્ડ વોર ફિલ્મમાં રણવીર કપૂર એવા અવતારમાં જોવા મળશે જે અત્યાર સુધી ક્યારેય જોવા મળ્યો નથી.
Woh rutba, woh raub, woh junoon!
Sanjay Leela Bhansali's Love & War on 21st January 2027 ❤️
See you at the movies! 🎬#LoveAndWar@saregamaglobal #RanbirKapoor @vickykaushal09 @aliaa08 pic.twitter.com/QAYrg7ODsu— BhansaliProductions (@bhansali_produc) September 24, 2026
ફિલ્મ લવ એન્ડ વોરમાં રણબીર કપૂર, વિકી કૌશલ અને તેની પત્ની આલિયા ભટ્ટ પણ કામ કરી રહી છે. આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂરની આ બીજી ફિલ્મ. આ પહેલા રણબીર અને આલિયા બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. ત્યાર પછી તેમણે લગ્ન કર્યા અને લગ્ન પછી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આ પહેલી ફિલ્મ હશે.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોર એક રોમેન્ટિક વોર ડ્રામા ફિલ્મ છે તેવું કહેવામાં આવે છે. સંજય લીલા ભણસાલી ની ફિલ્મ લવ એન્ડ વોર 26 જાન્યુઆરી પહેલા 21 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. લવ એન્ડ વોર ફિલ્મ દુનિયાભરમાં હિન્દી સહિત તમિલ, તેલગુ ભાષામાં પણ રિલીઝ થશે.