)
Sunita Ahuja : થોડા સમયની શાંતિ પછી ફરી એક વખત ગોવિંદા અને સુનીતા આહુજા વચ્ચેનો વિવાદ લોકો સામે આવી ગયો છે. ગોવિંદાએ જ્યારથી લાલબાગચા રાજા ના દર્શન કોમલ રાની સાથે કર્યા છે ત્યારથી સુનીતા આહુજા ભડકી છે. પહેલાની જેમ ફરી વખત સુનીતા આહુજા એ મીડિયા સમક્ષ એવા સ્વીકારી છે કે તેનું ઘર તૂટી રહ્યું છે.
સુનીતા આહુજાએ સ્વીકાર્યું તેનું ઘર તુટી રહ્યું છે
સુનીતા આહુજાનો નવો વિડીયો Instagram પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો એવા સમયે આવ્યો છે જ્યારે લાલબાગચા રાજા ના દર્શન કરવા મામલે અને પોતાના અફેર મામલે ગોવિંદાએ સ્પષ્ટતા કરી હતી. ગોવિંદા એ એવું કહી દીધું હતું કે તે પોતાની ફિલ્મ માટે ગણપતિના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો અને તેનું અફેર પણ ચાલતું હોય તો તે કોઈની ચિંતાનો વિષય નથી.
સુનીતા આહુજાએ વીડિયોમાં શું કહ્યું ?
જે વિડીયો Instagram પર વાયરલ થઈ રહ્યો છે તેમાં સુનીતા આહુજા એવું કહી રહી છે કે તે કાલી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી છે. કાલીમાં રાક્ષસોનો નાશ કરે છે અને તેના જીવનમાં પણ અત્યારે કેટલાક રાક્ષસો છે તેનો નાશ થાય તેવી પ્રાર્થના તે માતાને કરે છે. સુનીતા આહુજા એવું પણ કહ્યું કે લોકો મીડિયામાં આવવાના ચક્કરમાં અને પબ્લિસિટી મેળવવાના ચક્કરમાં તેનું ઘર તોડી રહ્યા છે. આવા લોકોને મીડિયા કે દર્શકો સપોર્ટ ન કરે.
સુનીતા આહુજાએ માંગ્યો સપોર્ટ
સુનીતા આહુજાએ આ તકે બધા પાસેથી સપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે લોકો તેને સપોર્ટ કરે કારણ કે તેની સાથે જે પણ થઈ રહ્યું છે તે સારું નથી, તેનું ઘર તૂટી રહ્યું છે. સુનીતા આહુજાએ વીડિયોમાં Gen Z બાળકો, મહિલાઓ બધાને વિનંતી કરી છે કે તેમના માટે સ્ટેન્ડ લે. સુનીતા આહુજા એ આ વીડિયોમાં ફરી એક વખત કહી દીધું છે કે ગોવિંદા સાથે તેનું ઘર તૂટી રહ્યું છે. સુનીતા આહુજાનો આ વિડીયો વાયરલ થયા પછી ગોવિંદા શું રિએકશન આપે છે તે જોવાનું રહ્યું.
ગોવિંદા ફિલ્મ રૂપાને લઈને વ્યસ્ત
ગોવિંદા હાલ તેની ફિલ્મ રૂપાને લઈને વ્યસ્ત જોવા મળે છે. રૂપા ફિલ્મથી સાત વર્ષ પછી ગોવિંદા બોલીવુડમાં કમ. આ ફિલ્મ કોમલ રાની સ્વર્ણકારની પહેલી ફિલ્મ હશે. જો કે રુપા ફિલ્મનું હજુ અનાઉન્સમેન્ટ થયું છે અને ત્યાર બાદથી ગોવિંદા દરેક જગ્યાએ તેની કો એક્ટર રાની સ્વર્ણકાર સાથે જોવા મળે છે જેના કારણે પહેલા પણ સુનીતા આહુજા ભડકી હતી અને મીડિયા સમક્ષ ગોવિંદાના અફેરની વાત કરી હતી. ત્યાર પછી જ ગોવિંદા અને રાનીના અફેર ની ચર્ચાઓ વધવા. અફેરની વાત પર ગોવિંદાએ સ્પષ્ટ કહી દીધું છે કે તે આ તેનું અંગત જીવન છે અને તેને લઈને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.