)
Flydubai Flight Incident : જ્યારે મોત બિલકુલ સામે દેખાઈ રહ્યું હોય, 34 હજાર ફૂટની ઊંચાઈ પર બચવાનો કોઈ રસ્તો ન બચ્યો હોય, અને મોતની તલવાર 25 મિનિટ સુધી માથા પર લટકતી હોય, આવી સ્થિતિમાં માણસ કાં તો હિંમત હારી જાય છે, અથવા તો પોતાને બચાવવાના આખરી પ્રયાસમાં 'કરો કે મરો' વાળા મિશન પર આવી જાય છે...
ફ્લાયદુબઈની ફ્લાઈટમાં આ જ થયું. પહેલા કેપ્ટન સ્મિત મચ્છારે હિંમત દાખવી અને એ પછી ચાર ઇઝરાયેલી નાગરિકોએ, જેમણે હુમલાખોર કો-પાયલટને કાબૂમાં કર્યો. યાનીવ નામનો આ એ જ ઇઝરાયેલી પેસેન્જર છે, જેણે પ્લેનમાં 25 મિનિટની આખી ઘટના ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂને મળીને સંભળાવી.
અમને લાગ્યું કે દરવાજો બંધ છે
“કેપ્ટન ચાકુના ઘાથી ખરાબ રીતે ઈજાગ્રસ્ત હતા અને લોહીથી લથપથ થઈને દરવાજા પાસે પડેલા હતા. અમને લાગ્યું કે દરવાજો બંધ છે, પરંતુ જેવો જ અમે ધક્કો માર્યો, તો તે ખુલી ગયો. બેભાન થતાં પહેલાં કેપ્ટને પોતાની આખરી બચેલી તાકાત લગાવીને અંદરથી લોક ખોલી નાખ્યો હતો.”
જો કોકપિટનો દરવાજો ન ખુલ્યો હોત તો શું થાત
નેતન્યાહૂએ જ્યારે ભારતીય પાયલટની આ બહાદુરી વિશે સાંભળ્યુ તો તેઓ હેરાન રહી ગયા. તેઓ ક્યારેક યાનીવના લોહીથી લથપથ કપડાં જોઈ રહ્યા હતા, તો ક્યારેક એ પાયલટ વિશે વિચારી રહ્યા હતા- જો કોકપિટનો દરવાજો ન ખુલ્યો હોત તો શું થાત...
“પહેલા અમને લાગ્યું કે કોકપિટનો દરવાજો બંધ છે, પરંતુ જેવો જ અમે ધક્કો માર્યો, તે ખુલી ગયો. જેવા તેઓ કોકપિટમાં ઘૂસ્યા, બંને પાયલટ સીટો પર કોઈ નહોતું. ભારતીય કેપ્ટન બેભાન પડેલા હતા અને હુમલાખોર કો-પાયલટ બંને સીટો વચ્ચેની પેનલ્સ અને બટનો પર ચડીને સાધનોને તોડવામાં લાગેલો હતો જેથી પ્લેન ક્રેશ થઈ જાય.”
યાનીવના જણાવ્યા મુજબ, કોકપિટમાં ઘૂસ્યા પછી તેણે ઝડપથી એ હુમલાખોરની ગરદન પકડી લીધી અને તેને ખેંચીને કોકપિટની બહાર ફેંકી દીધો. એ પછી બહાર ઊભેલા પેસેન્જર્સને બૂમ પાડીને કહ્યું કે આને મજબૂતીથી પકડી લો! આ પછી યાનીવે જે દાવો કર્યો, તે સાંભળીને નેતન્યાહૂ પણ હેરાન રહી ગયા.
યાનીવના જણાવ્યા મુજબ ઓમાની પાયલટને બહાર કર્યા પછી તેણે પ્લેનને કંટ્રોલ કર્યું. જ્યારે યાનીવનો એવિએશન ફિલ્ડ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી!
નેતન્યાહૂ: “તેં જાતે કંટ્રોલ્સને પાછળ ખેંચ્યા? તને કેવી રીતે ખબર હતી કે પ્લેનને ઉપર ઉઠાવવા માટે આને પાછળ જ ખેંચવાનું હોય છે?”
યાનીવ: “હા, મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર! હું હંમેશાં ટીવી પર ‘એર ક્રેશ ઇન્વેસ્ટિગેશન’ શો જોતો હોઉ છું, એ જોઈ-જોઈને જ મને આ ખબર પડી હતી.”
ફ્લાયદુબઈની ફ્લાઈટ લેન્ડ થઈ
આ સાંભળતા જ પીએમ નેતન્યાહૂ અને રૂમમાં હાજર તમામ સુરક્ષા અધિકારીઓ ખડખડાટ હસી પડ્યા. બીજી તરફ ફાઇટર જેટ્સની દેખરેખ હેઠળ જ્યારે ફ્લાયદુબઈની ફ્લાઈટ લેન્ડ થઈ, ત્યારે મુસાફરોમાં પણ ખુશીની લહેર દોડી ગઈ. મુસાફરો ‘ઇઝરાયેલ ઝિંદાબાદ’, ‘ઇઝરાયેલ અમર રહે’ના નારા લગાવવા લાગ્યા. સાથે જ એ ભારતીય પાયલટ અને 4 મુસાફરોનો આભાર પણ માન્યો, જેમની હિમતથી તેઓ મોતના મુખમાંથી બહાર નીકળી આવ્યા...
ઈરાનનો રોલ નીકળ્યો તો ભારે કિંમત ચૂકવવી પડશે
ઘટનાની તપાસ આગળ વધવાની સાથે જ એમાં આંતરરાષ્ટ્રીય ષડયંત્રના એંગલ પણ સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઇઝરાયેલી અધિકારીઓ એ વાતની પણ તપાસ કરી રહ્યા છે કે શું આ ઘટના પાછળ ઈરાનનો કોઈ હાથ તો નથી ને. ઇઝરાયેલના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ ઇન્ટરવ્યુમાં ચેતવણીભર્યા લહેકામાં કહ્યું કે જો તપાસમાં એ વાત સાબિત થઈ જાય કે આ હુમલા પાછળ ઈરાન કે તેની કોઈ એજન્સીની ભૂમિકા હતી, તો ઈરાને આની બહુ ભારે કિંમત ચૂકવવી પડશે.