)
Yudh Abhyas 2026 : રાજસ્થાનના બીકાનેર સ્થિત મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં જ્યાં ભારત અને અમેરિકાની સેનાએ સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો. આ યુદ્ધાભ્યાસનું નામ છે — યુદ્ધાભ્યાસ 2026. આ વોર ડ્રિલ દરમિયાન બંને દેશોની સેનાઓએ M777 હોવિત્ઝર, ધનુષ અને પિનાકા રોકેટ લોન્ચરથી જોરદાર લાઇવ ફાયરિંગ કર્યું. આ ઉપરાંત યુદ્ધાભ્યાસ 2026માં બોફોર્સના અપગ્રેડેડ વર્ઝન L70 એર ડિફેન્સ ગને પણ પોતાની ક્ષમતા દર્શાવી.
યુદ્ધાભ્યાસ 2026ને બે ભાગમાં વહેંચવામાં આવ્યો
પાકિસ્તાનની સરહદથી માત્ર 70 કિલોમીટર દૂર ભારત અને અમેરિકાની સેનાના આ શક્તિપ્રદર્શનને કારણે પાકિસ્તાનમાં પણ તેની નોંધ લેવાઈ છે. કારણ કે લાઇવ ફાયરિંગ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા આ હથિયારો લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને આધુનિક યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
From tactical drills to artillery training, U.S. and Indian forces are building teamwork, trust, and technical expertise at Yudh Abhyas 2026. pic.twitter.com/uTDqts9KO2
— U.S. Embassy India (@USAndIndia) September 23, 2026
પાકિસ્તાનમાં આ યુદ્ધથી ડર એટલા માટે પણ છે કારણ કે, આ યુદ્ધાભ્યાસ 2026ને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે.પ્રથમ તબક્કામાં લાઇવ ફાયર ડ્રિલ કરવામાં આવી રહી છે. જ્યારે 26 સપ્ટેમ્બરથી બંને દેશોની વાયુસેનાઓ સંયુક્ત કવાયત હાથ ધરશે. જેમાં વિવિધ લડાકુ વિમાનો અને અન્ય હવાઈ સાધનો સામેલ થવાની શક્યતા છે. પરંતુ તે પહેલાં મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં.
#WATCH | Exercise Yudh Abhyas 2026 | Adding a powerful aviation dimension to Exercise Yudh Abhyas 2026, Indian Army AH-64E Apache attack helicopters are training alongside Indian and US Army troops as part of integrated operational drills.
The training further strengthens… pic.twitter.com/DBn8e2OjSp— ANI (@ANI) September 23, 2026
હકીકતમાં, આ સંયુક્ત યુદ્ધાભ્યાસનો હેતુ માત્ર પોતાના હથિયારોની ક્ષમતા દર્શાવવાનો જ નથી પરંતુ બંને દેશોની સેનાઓ વચ્ચે પરસ્પર સંકલન મજબૂત કરવું અને આધુનિક યુદ્ધના પડકારોનો સામનો કરવાની ક્ષમતા વધારવી પણ તેનો એક મહત્વપૂર્ણ હેતુ છે. આ દરમિયાન બંને દેશોના જવાનોએ આધુનિક હથિયારોની મદદથી નિર્ધારિત ટાર્ગેટ પર સચોટ નિશાન સાધ્યું અને તેને નષ્ટ કરવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો.
Bikaner, Rajasthan: At the Mahajan Field Firing Range, Indian Army AH-64E Apache attack helicopters are participating in Exercise Yudh Abhyas 2026, training alongside Indian and US Army troops as part of integrated operational drills. pic.twitter.com/QrSmUejv1A
— IANS (@ians_india) September 23, 2026
યુદ્ધાભ્યાસ દરમિયાન બંને દેશોના જવાનોએ ઓબ્ઝર્વેશન પોસ્ટ પર બેસીને દુશ્મનના ઠેકાણાં અને નિર્ધારિત લક્ષ્યોને બારીકાઈથી ઓળખવાની પ્રક્રિયાનો પણ અભ્યાસ કર્યો. સૈનિકોએ એકબીજા સાથે ગુપ્તચર માહિતીનું આદાન-પ્રદાન કરવું. તાત્કાલિક ફાયર ઓર્ડર આપવો અને ફાયરિંગ દરમિયાન જરૂરી સુધારા કરવા જેવી વિવિધ પ્રક્રિયાઓનો પણ સંયુક્ત રીતે અભ્યાસ કર્યો. આ યુદ્ધાભ્યાસનો હેતુ એ જ છે કે યુદ્ધના મેદાનમાં સંકલન વધુ સચોટ રહે અને કોઈપણ પ્રકારની ભૂલની શક્યતા ઘટાડી શકાય.