વિમાનને ક્રેશ થતું બચાવનારા ગુજરાતી પાયલટ પર ઈઝરાયેલી પીએમ ઓળઘોળ, PM મોદીએ પણ ગણાવ્યા 'હીરો'

Smit Machchhar: મોટા ભાગે ઈઝરાયેલી નાગરિકો ભરેલી ફ્લાય દુબઈની એક ફ્લાઈટ FZ1073 જે દુબઈથી તેલઅવિવ જઈ રહી હતી તેમાં બુધવારે એક હચમચાવી નાખે તેવી ઘટના ઘટી. એવો દાવો કરાઈ રહ્યો છે કે આ ફ્લાઈટને ક્રેશ કરવાની કોશિશ થઈ હતી. ઓમાની કોપાઈલોટે કોકપિટમાં ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકૂથી હુમલો કર્યો અને મારામારી કરી. સ્મિત મચ્છરે તેનો બહાદુરીથી સામનો કર્યો અને વિમાનને ક્રેશ થતું બચાવ્યું. ઈઝરાયેલના પીએમ અને પીએમ મોદીએ પણ સ્મિત મચ્છરના આ બહાદુરીભર્યા કાર્યની ખુબ પ્રશંસા કરી છે.

વિમાનને ક્રેશ થતું બચાવનારા ગુજરાતી પાયલટ પર ઈઝરાયેલી પીએમ ઓળઘોળ, PM મોદીએ પણ ગણાવ્યા 'હીરો'

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More