)
કેટલાક લોકોને બ્રેકફાસ્ટ, લંચ અને રાત્રે ભોજન બાદ તત્કાલ ભૂખ લાગતી રહે છે. શરીર જો ખાવા માટે કંઈક માગી રહ્યું છે તો તે સારો સંકેત છે પરંતુ આ આદત હાવી થવી ખતરનાક સાબિત થઈ શકે છે. હંમેશા ભૂખ લાગતી હોય તો એક્સપર્ટે મહત્વની જાણકારી આપી છે. એક્સપર્ટનું કહેવું છે કે જો તમને દિવસભર ભૂખ લાગતી રહે છે કે થોડું ખાધા બાદ ફરી ખાવાનું મન કરે છે તો તેને માત્ર ખાવાની આદત માની નજરઅંદાજ ન કરો.
એક્સપર્ટ પ્રમાણે સતત ભૂખ લાગવાની પાછળ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા હોઈ શકે છે. ઉંમર વધવાની સાથે થોડી ચિંતાની વાત છે કારણ કે બાળકો રમત-ગતમથી વસ્તુને જલ્દી પચાવી લે છે. આવો તમને જણાવીએ આ સમસયા વિશે.
સતત ભૂખ લાગવાના કારણ
ડાયાબિટીસઃ ડોક્ટર કહે છે કે ઘણીવાર તેની પાછળ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા પણ હોઈ શકે છે. મેડિકલ ભાષામાં જરૂરિયાતથી વધુ ભૂખ લાગવાને પોલિફેજિયા કહેવાય છે. તેમના પ્રમાણે જ્યારે શરીર બ્લડ સુગરનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી, તો તમને વારંવાર ભૂખ લાગી શકે છે.
લો બ્લડ સુગરઃ બ્લડ સુગર ખુબ ઓછું થવા પર ભૂખની સાથે પરસેવો આવવો અને હાથમાં ધ્રૂજારી પણ થઈ શકે છે.
થાઇરોઇડઃ જો થાઇરોઇડ વધુ એક્ટિવ છે, તો શરીર વધુ ઝડપથી કેલેરીનો ઉપયોગ કરે છે અને ભૂખ વધી શકે છે.
સ્ટ્રેસઃ લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી કોર્ટિસોલ નામનું હોર્મોન વધી શકે છે, જેનાથી ભૂખ અને કંઈક ખાસ વસ્તુ ખાવાનું ક્રેવિંગ વધે છે.
ઊંઘ પૂરી ન થવીઃ જો તમે સારી રીતે સૂઈ રહ્યાં નથી તો ભૂખ અને પેટ ભરાયેલ હોવાનો અનુભવ કરાવનાર હોર્મોનનું બેલેન્સ બગડી શકે છે.
પીરિયડ્સ પહેલાઃ પીરિયડ્સની આસપાસ થનાર હોર્મોનલ ફેરફારને કારણે વધુ ભૂખ લાગી શકે છે.
ડિપ્રેશનઃ કેટલાક લોકોમાં ડિપ્રેશન દરમિયાન ભૂખ વધવા અને વધુ ખાવાની સમસ્યા થઈ શકે છે.
શરીરને જરૂરી પોષણ ન મળવુંઃ જો તમારા ડાયટથી શરીરને જરૂરી પોષણ મળી રહ્યું નથી. તો પેટ ભરાયા બાદ પણ ભૂખ લાગી શકે છે.
ગર્ભાવસ્થાઃ આ સ્વાસ્થ્ય સ્થિતિમાં શરીરની પોષણ જરૂરિયાત વધી જાય છે. તેથી આ દરમિયાન વધુ ભૂખ લાગી શકે છે.
ડાયટિશિયન કહે છે કે જો સતત ભૂખ લાગવાની સાથે તમારૂ વજન કારણ વગર ઘટી રહ્યું છે, વધુ તરસ લાગે છે કે વારંવાર પેશાબ આવે છે તો તેને નજરઅંદાજ ન કરો. ડોક્ટરને મળી તેની તપાસ કરાવવી જરૂરી છે.