)
તહેવારોમાં બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો બીજા રાજ્યોમાંથી પોતાના ઘરે પાછા ફરતા હોય છે. ત્યારે હવે ભારતીય રેલવેએ મોટી તેમને ટિકિટોને લઈને મોટી સુવિધા આપવાની તૈયારી કરી છે. રેલવે મુસાફરોને તેમના ફોન પર એવી વિશેષ ગાડીઓની જાણકારી મોકલશે જેમા સીટો ઉપલબ્ધ હોય. આ માટે રેલવેએ છેલ્લા એક વર્ષ દરમિયાન બિહાર અને યુપી મુસાફરી કરતા મુસાફરોનો મોબાઈલ ડેટા મેળવ્યો છે. બલ્ક મેસેજના માધ્યમથી તેમને આવી વિશેષ ટ્રેનો વિશે જાણકારી ઉપલબ્ધ કરવામાં આવશે જેથી કરીને તેઓ તહેવારો માટે ટિકિટ બુક કરાવી શકે.
ટ્રેનો અત્યારથી જ ફૂલ
વાત જાણે એમ છે કે હવે બહુ જલદી દિવાળી આવશે અને ઉત્તર ભારતમાં ફેમસ એવી છઠ્ઠ પૂજા પણ આવશે. ત્યારે અત્યારથી જ દિવાળી અને તે સમયની યુપી બિહારની ટ્રેનોમાં ટિકિટો ફૂલ થઈ ગઈ છે એટલે કે મુસાફરો માટે હવે સામાન્ય ટ્રેનોમાં ટિક્ટો ઉપલબ્ધ નથી. વિમાનના ભાડા પણ બમણા થઈ ચૂક્યા છે. આવામાં હવે તો વિશેષ ટ્રેનો જ એક સહારો બની શકે છે.
છેલ્લા એક વર્ષમાં દેશભરમાંથી 12 હજારથી વધુ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. જેમાંથી 5500થી વધુ ફેરા ઉત્તર રેલવેએ કરાવ્યા હતા. તેના માધ્યમથી એક કરોડથી વધુ વધારાની સીટો તહેવારો સમયે મુસાફરોને મળી શકી હતી. હવે રેલવે મુસાફરોને એવી ટ્રેનો વિશે માહિતી ઉપલબ્ધ કરાવશે જેમાં સીટો ખાલી છે. જેથી કરીને તેઓ તે ગાડીઓમાં બુકિંગ કરાવી શકે.
ઉત્તર રેલવેના મુખ્ય પ્રવક્તા હિમાંશુ શેખરે કહ્યું કે રેલવે તહેવારો ટાણે મુસાફરોની સુવિધા માટે તેમને મોબાઈલથી વિશેષ ટ્રેનો વિશે માહિતી ઉપલબ્ધ કરાવશે. આ માટે છેલ્લા કેટલાક સમયમાં બિહાર અને યુપી જતા લોકોની જાણકારી ભેગી કરાઈ છે.
વધુ ટ્રેનો દોડાવશે
ઉત્તર રેલવે દ્વારા આ વર્ષે અત્યાર સુધીમાં વિશેષ ટ્રેનોના માધ્યમથી લગભગ 1000 ફેરા લગાવવાની જાહેરાત થઈ ચૂકી છે. જે આગામી ઓક્ટોબરના મધ્યથી લઈને નવેમ્બર માસના અંત સુધીમાં ચાલશે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની યોજના છે. જેથી કરીને વધુમાં વધુ મુસાફરોને તેનો લાભ મળી શકે.
માટે જો તમે પણ ઉત્તર પ્રદેશ કે બિહારના હોવ અને દિવાળી કે છઠ્ઠ પૂજા સમયે ઘરે જવા માટે ઉતાવળા થતા હોવ પરંતુ ટિકિટો બુક ન થતી હોય તો ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમને પણ આ લાભ મળી શકે છે.