)
હાલ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિપક્ષના નિશાના પર છે અને તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં દર્શાવાયું કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ જ્ઞાનેશકુમારના નેતૃત્વવાળા ચૂંટણી પંચના નિર્ણયો પર છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વાર સત્તાવાર રીતે આપત્તિ નોંધાવી હતી. જે નવા મતદારોના રજિસ્ટ્રેશન, મતદાર યાદીમાંથી નામ હટાવવા અને બહાલ કરવા, ચૂંટણી મામલાઓમાં અપીલ તથા મતદાર યાદીના ડિજિટલ સિસ્ટમ સાથે જોડાણના નિર્ણયો પર હતી.
આ રિપોર્ટ મુજબ બંનેએ ઘણીવાર એવું જણાવ્યું કે નિર્ણયો કે આદેશ તેમની જાણકારી કે મંજૂરી વગર બહાર પાડવામાં આવ્યા હતા. આ રિપોર્ટ બાદ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી કરી છે. બીજી બાજુ ચૂંટણી પંચનું કહેવું છે કે આવા અલગ અલગ વિચાર, ટિપ્પણીઓ અને સૂચનો સંસ્થાગત નિર્ણય લેવાની સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. આ રિપોર્ટ બાદ બંને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી પણ ખુબ ચર્ચામાં છે. ત્યારે લોકોના મનમાં પણ તેમના વિશે જાણવાની જીજ્ઞાસા ઉઠી છે. તમને જણાવી દઈએ કે તેઓ વરિષ્ઠ આઈએએસ અધિકારી છે અને બહોળો અનુભવ પણ ધરાવે છે.
સુખબીર સિંહ સંધુ વિશે જાણો
કોણ છે વિવેક જોશી
જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી
બીજી બાજુ આ ખુલાસાઓ બાદ હવે વિપક્ષની સાથે સાથે કોકરોચ જનતા પાર્ટી પણ જ્ઞાનેશકુમારના રાજીનામા પર અડી ગઈ છે. સીજેપીએ કહ્યું કે જો શનિવારે સીઈસી જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે તો 2 ઓક્ટોબરથી દેશવ્યાપી પ્રદર્શન શરૂ કરાશે. અત્રે જણાવવાનું કે સીજેપીએ સીઈસી જ્ઞાનેશકુમારને 48 કલાકનું અલ્ટીમેટમ આપેલું છે. જો કે ત્યારબાદ પ્લાનમાં ફેરફાર કરીને ગાંધી જયંતી 2 ઓક્ટોબરથી દેશવ્યાપી આંદોલન ચલાવવાનું જાહેર કર્યું હતું.