)
દેશમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને લઈને ચિંતા સતત વધી રહી છે. નેશનક ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો NCRB ના તાજેતરમાં જારી રિપોર્ટ પ્રમાણે વિદ્યાર્થીઓના આત્મહત્યાના મામલામાં છેલ્લા એક દાયકામાં મોટો વધારો થયો છે. 2024મા દેશભરમાં કુલ 14488 છાત્રાઓ આત્મહત્યા કરી, જે 2014ના મુકાબલે આશરે 80 ટકા વધુ છે. આ આંકડો છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે અને એકવાર ફરી વિદ્યાર્થીઓના અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષા અને પારિવારિક દબાવને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ મામલા
NCRB ના આંકડા પ્રમાણે 2014થી 2024 વચ્ચે 11 વર્ષમાં દેશભરમાં કુલ 1,23,918 છાત્રોએ આત્મહત્યા કરી, જેમાં સૌથી વધુ આશરે 17000 મામલા માત્ર મહારાષ્ટ્રમાં સામે આવ્યા. ત્યારબાદ ઉત્તર પ્રદેશનો નંબર આવે છે, જ્યાં આ આંકડો આશરે 10000 રહ્યો. છેલ્લા ણા વર્ષોથી સતત મહારાષ્ટ્ર આ પ્રકારના મામલામાં દેશમાં સૌથી આગળ છે.
ક્યા રાજ્યોમાં સૌથી વધુ ઘટના?
રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને તમિલનાડુ આ ચાર રાજ્યોમાં મળી દેશભરમાં કુલ છાત્ર આત્મહત્યાના આશરે અડધા મામલો નોંધાય છે. ખાસ વાત છે તેમાંથી મોટા ભાગના કેસ ત્યાં સામે આવ્યા, જ્યાં મોટા કોચિંગ હબ ઉપલબ્ધ છે. જેમ કે રાજસ્થાનનું કોટા, દિલ્હી-એનસીઆર, બેંગલુરૂ, હૈદરાબાદ અને પુણે જેવા શહેર, જ્યાં દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવે છે.
શું છે આત્મહત્યાના મુખ્ય કારણ?
NCRB ના રિપોર્ટ પ્રમાણે વિદ્યાર્થીઓની આત્મહત્યાનું સૌથી મોટું કારણ પારિવારિક સમસ્યાઓ રહી છે, ત્યારબાદ પરીક્ષામાં નિષ્ફળતા બીજું મોટું કારણ છે. 2024મા કુલ 2032 આત્મહત્યાઓ માત્ર પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે થઈ, જે તે વર્ષ નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓના આપઘાતના મામલાના આશરે 14 ટકા હિસ્સો છે.
સતત કેમ વધી રહ્યાં છે આંકડા?
છેલ્લા એક દાયકાના આંકડા પર નજર કરીએ તો 2019થી 2020 વચ્ચે સૌથી ઝડપી વધારો થયો, જ્યારે મામલામાં 21.2 ટકાનો ઉછાળ આવ્યો. આ 10 વર્ષમાં માત્ર 2022 એવું વર્ષ રહ્યું, જ્યારે આપઘાતના મામલામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો. આ સિવાય 2024મા 10295થી વધુ 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના મોત આત્મહત્યાથી થયા, જે જણાવે છે કે આ સમસ્યા માત્ર કોલેજ કે મોટી ઉંમરના છાત્રો સુધી સીમિત નથી, પરંતુ તેની અસર શાળાના બાળકો સુધી પણ પહોંચી છે.
સરકાર દ્વારા શું પ્રયાસ કરવામાં આવી રહ્યો છે?
આ વધતી સંખ્યાને જોતા કેન્દ્ર સરકારે 2022મા નેશનસ સ્યુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજી શરૂ કરી હતી, જેનું લક્ષ્ય 2030 સુધી દેશમાં આત્મહત્યાના દરમાં 10 ટકાનો ઘટાડો લાવવાનું છે. આ સિવાય કોટા જેવા કોચિંગ હબમાં પણ છાત્રો માટે કાઉન્સેલિંગ સેન્ટર, હેલ્પલાઇન નંબર અને નિયમિત મેન્ટલ હેલ્થ ચેકઅપ જેવી સુવિધા શરૂ કરી છે, જેથી દબાવમાં રહેતા વિદ્યાર્થીઓનો સહારો મળી શકે.