)
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી હવે નજીક છે. આવતા વર્ષે 2027માં વિધાનસભા ચૂંટણી થવાની છે. ભાજપ, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ સહિતના તમામ પક્ષો તૈયારીમાં લાગ્યા છે. રાજ્યમાં છેલ્લા 9 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. 2027માં પણ ભાજપ ચૂંટણી જીતવા માટે પૂરતો દમ લગાવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા જ એક સર્વેના તારણો સામે આવ્યા છે.
શું કહે છે સર્વેના તારણો
ન્યૂઝ લીડર અને મેટરાઈઝના આ સર્વે મુજબ યુપીની કુલ 403 વિધાનસભા સીટો પર આ સર્વે હાથ ધરાયો હતો. જેમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનને 267 સીટ મળે તેવી સંભાવના જતાવવામાં આવી. ભાજપને એકલા હાથે 246 સીટ મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ. જ્યારે સહયોગી અપના દળ (એસ)ને 9, આરએલડીને 3, નિષાદ પાર્ટીને 4 અને સુભાસપાને એક સીટ મળી શકે છે. સર્વેમાં જણાવાયું છે કે જો હાલ ચૂંટણી થાય તો ભાજપના ગઠબંધનવાળી સરકાર પ્રદેશમાં બની શકે છે.
સમાજવાદી પાર્ટીને આ વખતે પણ નિરાશા?
સર્વે મુજબ ભાજપને રાજ્યમાં 44 ટકા વોટશેર મળવાનો અંદાજો વ્યક્ત કરાયો છે. જ્યારે સપા ગઠબંધનને 38 ટકા મત મળી શકે છે. બંને વચ્ચે 6 ટકા જેટલું અંતર રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જે ઘણું મોટું અંતર કહી શકાય. જ્યારે બસપાને 0.8 ટકા અને અન્યને દસ ટકા વોટશેર મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
અગાઉ શું રહી છે સ્થિતિ
2022 વિધાનસભા ચૂંટણી
2017માં આ હતી સ્થિતિ