Kitchen Hacks: દાળ-શાકમાં ખટાશ માટે મોંઘા લીંબુને બદલે વાપરી શકાય તેવી પરંપરાગત ખાટી વસ્તુઓ વિશે જાણો

Written ByKrupa Shah
Published: Oct 01, 2026, 10:07 AM IST|Updated: Oct 01, 2026, 10:14 AM IST
Lemon Alternatives: લીંબુની કિંમતોમાં એટલો વધારો થઈ ગયો છે કે લીંબુના સ્વાદથી નહીં પણ ભાવ સાંભળીને જ દાંત ખાટા થઈ જાય. લીંબુનો ઉપયોગ રસોઈમાં ખટાશ માટે કરવામાં આવે છે. ભાવ વધે એટલે રસોઈમાં ખટાશ ઉમેરવાનું બંધ ન કરી શકાય પણ લીંબુના સસ્તા વિકલ્પનો ઉપયોગ શરુ કરી શકાય છે.

તહેવારોના સમયમાં ગૃહિણીઓને શાકભાજીના વધતા ભાવની ચિંતા સતાવે છે. તેમાં પણ લીંબુના ભાવ તો સૌથી વધારે છે. ઘણા શહેરોમાં લીંબુ 400 રુપિયા કિલો થઈ ગયા છે. ઘણી જગ્યાએ 90 રુપિયાના 250 ગ્રામ લીંબુ એવો ભાવ છે. આ સ્થિતિમાં રસોઈમાં લીંબુને બદલે અન્ય કઈ વસ્તુઓ યુઝ કરી શકાય તે જાણવું જરૂરી થઈ ગયું છે. 
 

દેશી ટમેટા1/5

દેશી ટમેટા

દેશી ટમેટા સ્વાદમાં ખાટા હોય છે. દાળ અને શાકમાં દેશી ટમેટા ઉમેરવાથી તેમાં કુદરતી રીતે ખટાશ વધે છે. લીંબુનો સૌથી પહેલો સસ્તો વિકલ્પ દેશી ટમેટા છે. માર્કેટમાં હાઈબ્રીડ ટમેટાની સાથે દેશી ટમેટા પણ સરળતાથી મળી રહે છે. દેશી ટમેટાના ભાવ લીંબુ કરતાં ઓછા પણ છે.
આમલી2/5

આમલી

આમલીનો ઉપયોગ ફક્ત ચટણી બનાવવામાં જ નહીં દાળ-શાકમાં ખટાશ માટે પણ કરી શકો છો. રસોઈ શરુ કરો ત્યારે આમલીને થોડા પાણીમાં પલાળી દો. ત્યારબાદ હાથથી મસળી તેનો પલ્પ બનાવી તેનો ઉપયોગ કરો. આમલીના પલ્પને ગાળીને ઉપયોગમાં લેવો.
કોકમ3/5

કોકમ

મોટાભાગે લોકો કોકમનો ઉપયોગ કોકમ શરબત માટે કરતાં હોય છે પણ તમે સૂકા કોકમનો ઉપયોગ રસોઈમાં ખટાશ માટે કરી શકો છો. કોકમને પણ પાણીમાં પલાળી તેને દાળ, શાકમાં ઉમેરી શકો છો. તેનાથી લીંબુ જેવી જ ખટાશ રસોઈમાં આવશે.
આમચૂર પાવડર4/5

આમચૂર પાવડર

ખટાશ માટે આમચૂર પાવડર પણ રસોઈમાં યુઝ કરી શકાય છે. શાક કે દાળમાં આમચૂર પાવડર ઉમેરવાથી તેમાં લીંબુ જેવી જ ખટાશ આવશે.
vinegar 5/5

વિનેગર

લીંબુનો પાંચમો વિકલ્પ વિનેગર છે. વિનેગર લીંબુની જેમજ ખાટું હોય છે. રસોઈમાં થોડી માત્રામાં વિનેગર ઉમેરી શકો છો. આ સિવાય દૂધ ફાડવામાં પણ લીંબુને બદલે વિનેગર યુઝ કરી શકો છો. વિનેગર શરબત, સલાડમાં પણ ઉમેરી શકાય છે. બસ તેની માત્રાનું ધ્યાન રાખવું. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)