Guru Gochar 2026: ગુરુની રાશિ બદલાતા જ આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!

Written ByGokani Dhaval
Published: Sep 28, 2026, 04:41 PM IST|Updated: Sep 28, 2026, 04:49 PM IST
Guru Gochar 2026: ગુરૂ ગ્રહ વર્ષમાં બે વખત ગોચર કરે છે. ગુરૂનું પ્રથમ ગોચર 2 જૂન 2026મા થયું હતું. આ સમયે ગુરૂ કર્ક રાશિમાં બિરાજમાન છે. ગુરૂ ગ્રહ હવે 31 ઓક્ટોબરે સિંહ રાશિમાં પ્રવેશ કરશે.

Guru Gochar 2026: ગુરૂ ગ્રહ 31 ઓક્ટોબર 2026ના દિવસે શનિવારે બપોરે 12 કલાક 50 મિનિટ પર કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂના આ ગોચરથી કેટલીક રાશિઓને શુભ પરિણામ મળશે. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
 

મેષ રાશિ1/5

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને કરિયર અને કારોબારમાં ફાયદો થશે. તમને લોકોને અભ્યાસમાં સફળતા મળી શકે છે. પરિણામ તમારા પક્ષમાં રહેશે. મહેનતનું ફળ મળશે. કારોબારીઓ માટે સમય સારો રહેવાનો છે. તમારી સુખ-સુવિધામાં વધારો થશે.
કર્ક રાશિ2/5

કર્ક રાશિ

આર્થિક દ્રષ્ટિએ કર્ક રાશિના જાતકો માટે સમય સારો રહેશે. તમારી આવકમાં વધારો થશે. પરિવાર માટે સમય સારો રહેશે. સંબંધમાં સુધાર થશે. કામમાં સફળતા મળશે અને તમારા અટવાયેલા પૈસા પરત મળી શકે છે.
સિંહ રાશિ3/5

સિંહ રાશિ

ગુરૂ ગ્રહનું ગોચર સિંહ રાશિમાં થવાનું છે. તેવામાં તમને ગુરૂ શુભ ફળ પ્રદાન કરશે. કરિયરમાં આગળ વધવાની તક મળશે. નોકરી કરતા જાતકો માટે સમય સારો રહેશે. તમારે કોઈ કામની યોજના બનાવવી જોઈએ. તેનાથી ફાયદો થશે.
kumbh rashi4/5

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ સમય પારિવારિક દ્રષ્ટિએ સારો રહેશે. કરિયરમાં પ્રગતિની તક મળશે. તમારા લોકો માટે કામની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે. મોટી ડીલ થવાથી ફાયદો થઈ શકે છે.
તુલા રાશિ5/5

તુલા રાશિ

ગુરૂનું સિંહ રાશિમાં ગોચર કરવું તુલા રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ સમય તમારા માટે સારો રહેશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં પ્રદર્શન સારૂ રહેશે.