78 મેચ, 5 વર્ષની રાહ... એ સદી જેણે બદલી નાખી સચિન તેંડુલકરની કહાની

Written ByDilip Chaudhary
Published: Sep 27, 2026, 02:32 PM IST|Updated: Sep 27, 2026, 02:36 PM IST
Sachin Tendulkar : લગભગ 32 વર્ષ પહેલાં એટલે કે 9 સપ્ટેમ્બર 1994ના રોજ સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ વનડે સદી ફટકારી હતી. તે ઐતિહાસિક ઇનિંગ્સ પાછળની શું છે, કહાની ? તેના વિશે આ લેખમાં અમે તમને જણાવીશું.

Sachin Tendulkar : લગભગ 32 વર્ષ પહેલાં એટલે કે 9 સપ્ટેમ્બર 1994ના રોજ સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ વનડે સદી ફટકારી હતી. તે ઐતિહાસિક ઇનિંગ્સ પાછળની શું છે, કહાની ? તેના વિશે આ લેખમાં અમે તમને જણાવીશું. 
 

Sachin Tendulkar1/6

સચિન તેંડુલકર

Sachin Tendulkar : ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે તેની કારકિર્દી દરમિયાન અનેક મોટા રેકોર્ડ બનાવ્યા. જોકે, તેની પ્રથમ વનડે સદી પાછળની કહાની પણ એટલી જ રસપ્રદ છે. આ ખેલાડીએ આગળ જઈને 49 વનડે સદી ફટકારી હતી.
Sachin Tendulkar2/6

સચિન તેંડુલકર

સચિન તેંડુલકરને પ્રથમ સદી ફટકારવા માટે લગભગ 5 વર્ષ અને 78 મેચની રાહ જોવી પડી હતી. 9 સપ્ટેમ્બર, 1994ના રોજ શ્રીલંકાના કોલંબોમાં સિંગર વર્લ્ડ સિરીઝ અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં સચિને ઓસ્ટ્રેલિયા સામે 130 બોલમાં 110 રન બનાવ્યા હતા.
Sachin Tendulkar3/6

સચિન તેંડુલકર

આ ઇનિંગ્સમાં સચિને 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સચિનની પ્રથમ વનડે સદી હતી. તેણે મનોજ પ્રભાકર સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને ત્યારબાદ નવજોત સિંહ સિદ્ધુ અને મોહમ્મદ અઝહરુદ્દીન સાથે ભાગીદારી કરી હતી.
Sachin Tendulkar4/6

સચિન તેંડુલકર

સચિનની શાનદાર ઇનિંગ્સ અને વિનોદ કાંબલીના ઝડપી 43 રનની મદદથી ભારતે 8 વિકેટે કુલ 246 રન બનાવ્યા. જવાબમાં, ઓસ્ટ્રેલિયન ટીમ 31 રનથી મેચ હારી ગઈ. માર્ક વોએ 61 રન બનાવ્યા, પરંતુ તેમની ઇનિંગ્સ ટીમને જીત અપાવી શકી નહીં.
સચિન તેંડુલકર5/6

Sachin Tendulkar

પ્રથમ વનડે સદી ફટકારતા પહેલા સચિને 78 મેચમાં કુલ 2,126 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે 32.70ની સરેરાશ જાળવી રાખી હતી અને 17 અડધી સદી ફટકારી હતી. તે પ્રથમ સદી બાદ, સચિને કુલ 16,300 રન બનાવ્યા અને વધુ 48 સદીઓ ફટકારી.
Sachin Tendulkar6/6

સચિન તેંડુલકર

સચિનની સરેરાશ પણ વધીને 47.10 થઈ ગઈ. આ જ કારણ છે કે કોલંબોમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 110 રનની ઇનિંગ્સને તેની કારકિર્દીનો એક મોટો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે.