No-Cost EMIનું કડવું સત્ય: શું ખરેખર કોઈ વ્યાજ નથી ચૂકવવું પડતું? જાણી લો અંદરની વાત

Written ByGokani Dhaval
Published: Sep 27, 2026, 04:26 PM IST|Updated: Sep 27, 2026, 04:30 PM IST
No-Cost EMI માં વ્યાજ ન આપવાનો દાવો કેટલો યોગ્ય છે? જાણો તેમાં પ્રોસેસિંગ ફી, ડિસ્કાઉન્ટ અને બીજા ચાર્જ દ્વારા કેવી રીતે વધારાના પૈસા વસૂલ કરવામાં આવી શકે છે.

આજકાલ સ્માર્ટફોન, લેપટોપ, ટીવી અને બીજી મોંઘી પ્રોડક્ટ ખરીદવા સમયે No-Cost EMI નો વિકલ્પ ખુબ જોવા મળે છે. નામથી લાગે છે કે ગ્રાહકને  EMIમાં સામાન ખરીદવા પર કોઈ વ્યાજ આપવું પડશે નહીં, પરંતુ હકીકતમાં  No-Cost EMI નો મતલબ હંમેશા તે નથી કે ખરીદી પર કોઈ વધારાનો ખર્ચ નથી. તેમાં કેટલાક બીજા ચાર્જ સામેલ થઈ શકે છે, જે સમજવા જરૂરી છે.

no cost emi1/6

no cost emi

હકીકતમાં No-Cost EMI માં ગ્રાહક કોઈ પ્રોડક્ટની કિંમતને ઘણા મહિનાના હપ્તામાં ચુકવી શકે છે અને સામાન્ય ઈએમઆઈમાં અલગથી વ્યાજ દેખાડવામાં આવતું નથી. જેમ કોઈ ફોનની કિંમત 60,00 રૂપિયા છે અને તેને છ મહિનાના No-Cost EMI પર ખરીદી શકાય છે તો દર મહિને 10,000 રૂપિયાનો હપ્તો બની શકે છે. પરંતુ ઓફરની શરતો અનુસાર અસલી ચુકવણી તેનાથી અલગ હોય છે. આ કારણ છે કે માત્ર EMI ની રકમ જોઈ નિર્ણય કરવો યોગ્ય નથી.
no cost emi2/6

no cost emi

No-Cost EMIમાં હંમેશા બેંક કે ફાઇનાન્સ કંપની વ્યાજ ચાર્જ કરે છે, પરંતુ તે વ્યાજની બરાબર રકમને મર્ચંડ ડિસ્કાઉન્ટ કે અપફ્રંટ ડિસ્કાઉન્ટના રૂપમાં એડજસ્ટ કરવામાં આવે છે.
no cost emi3/6

no cost emi

એટલે કે ગ્રાહકને ઈએમઆઈ સ્ટેટમેન્ટમાં અલગથી વ્યાજ જોવા મળતું નથી પરંતુ પ્રોડક્ટની કિંમત અને ડિસ્કાઉન્ટનું સ્ટ્રક્ચર અલગ હોય છે. આ કારણ છે કે કોઈ ઓફરમાં કેશ પેમેન્ટ અને ઈએમઆઈ પેમેન્ટની ફાઇનલ કિંમતને જોવી જરૂરી છે.
no cost emi4/6

no cost emi

No-Cost EMI લેવા સમયે ઘણા મામલામાં પ્રોસેસિંગ ફી લાગી શકે છે. આ ચાર્જ બેંક કે ફાઈનાન્સ કંપનીની શરતો પર નિર્ભર કરે છે. આ સિવાય કેટલાક મામલામાં ટેક્સ પણ લાગૂ થઈ શકે છે. માની લો 60,000 રૂપિયાના સામાન પર ઈએમઆઈ માટે 999 રૂપિયાની પ્રોસેસિંગ ફી છે. તેવામાં ભલે વ્યાજ શૂન્ય દર્શાવવામાં આવે પરંતુ ગ્રાહકનો કુલ ખર્ચ 60999 રૂપિયા સુધી પહોચી શકે ચે, જો બીજો ચાર્જ કે છૂટ લાગૂ ન હોય.
no cost emi5/6

no cost emi

ઘણીવાર No-Cost EMI સાથે મળનાર ડિસ્કાઉન્ટ, નોર્મલ પેમેન્ટ પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટથી અલગ હોઈ શકે છે. તેથી ખરીદી પહેલા તે જોવું જરૂરી છે કે કેશ/કાર્ડથી પેનેન્ટ કરવા પર અંતિમ કિંમત કેટલી છે અને ઈએમઆઈ લેવા પર કેટલું પેમેન્ટ થશે. કેટલીક ઓફર્સમાં બેંક કેશબેક કે ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે, જેનાથી ઈએમઆઈનો ખર્ચ ઓછો થઈ જાય છે. પરંતુ દરેક ઓફરની શરત અલગ હોય છે.
emi6/6

no cost emi

જો તમે ઈએમઆઈ નક્કી સમયગાળા પહેલા બંધ કરવા ઈચ્છો છો તો બેંકની શરતો અનુસાર Foreclosure કે Pre-closure charges લાગી શકે છે. તેથી માત્ર માસિક હપ્તો નહીં પરંતુ ઈએમઆઈના નિયમ અને શરતો વાંચવી જરૂરી છે.