Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે 21 વર્ષના Gen Z યુવાઓથી લઈને 71 વર્ષના બુઝુર્ગ ઉમેદવાર મેદાને છે. કોંગ્રેસના 71 વર્ષીય ઉમેદવાર માનાજી મારવાડી (ઉર્ફે મોદી), જેઓ 1974માં બટાકા-ડુંગળીની લારી ચલાવતા હતા અને આજે મોટા વેપારી બન્યા છે, તેઓ આ ચૂંટણીના સૌથી સિનિયર ઉમેદવાર છે. તેમની આ ઉંમરે પણ ચૂંટણી લડવાની હિંમતને જોઈને તેમનો 11 સભ્યોનો આખો પરિવાર પ્રચારમાં જોડાઈ ગયો છે, જેમાં તેમની બે પુત્રવધૂઓ પણ સસરા માટે ઘરે-ઘરે જઈને મત માગી રહી છે.