)
ઉદય રંજન/અમદાવાદ: અમદાવામાંથી એક લૂંટનો નિષ્ફળ પ્રયાસ અને કર્મચારીની બહાદુરીની વાત કરવી છે આજે જો સમગ્ર ઘટના ની વાત કરી એ તો ઇસનપુર નારોલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલા આકાર કોમ્પ્લેક્ષમાં પટેલ મહેન્દ્ર સોમા આંગડિયા પેઢી આવેલી છે. ગઇકાલે સાંજે પેઢીના કર્મચારી અંકિત ગજ્જર જ્યારે હાજર હતા અને આંગડિયા પેઢી નું કામ કરી રહ્યા હતા ત્યારે જ, ત્યા જ અચાનક બે શખ્સો દુકાનમાં પ્રવેશ્યા. આ બંને લુટારાઓ પૈકી એક લુટારુ એ અંકિત ગજ્જર ના માથે દેશી તમામચો મૂક્યો અને બીજા લુટારુ એ પેટ ના ભાગે તમંચો મૂકી ને લુટારુઓ એ બિહારી ભાષામાં પૈસા નિકાલો કહીને ધમકી આપી.
તે સમયે પેઢીમાં આશરે 11 લાખ રૂપિયાની રોકડ પડી હતી. પરંતુ કર્મચારી અંકિત ગજ્જર જરાય ડર્યા નહીં. તેમણે બહાદુરીપૂર્વક બંદૂકધારી લુટારાઓનો પ્રતિકાર કર્યો. લુટારાઓ અને કર્મચારી વચ્ચે લગભગ 1 મિનિટ સુધી ઝપાઝપી ચાલી. સદનસીબે, લુટારાઓ ફાયરિંગ કરી શક્યા નહીં અને આસપાસના લોકો એકઠા થવા લાગતા લૂંટનો આ બનાવ નિષ્ફળ રહ્યો હતો
અમદાવાદ શહેર પોલીસની સ્માર્ટનેસ અને તાત્કાલિક એક્શન થી એક મોટો બનાવ પણ બન્યા પહેલા અટક્યો છે જેમાં આ ઘટનામાં ઇસનપુર પોલીસની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે .આસ પાસ ના આંગડિયા પેઢી ના કર્મીઓ એ તાત્કાલિક પોલીસ કંટ્રોલ અને ઇસનપુર પોલીસ ને સીધો કોલ કરી ને આ ઘટનાની જાણ કરી હતી અને પોલીસ ને આ ઘટના ની જાણ થતાં જ મિનિટોની ગણતરીમાં ઇસનપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારે તમને સવાલ થતો હશે કે કે પોલીસ આટલી જલ્દી કેવી રીતે પહોંચી તેની પાછળ એક મોટું કારણ છે.
ઇસનપુર પોલીસે માત્ર ૧૫ દિવસ પહેલાં જ આ વિસ્તારની તમામ આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે એક વિશેષ મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં પોલીસ સ્ટેશનના સીધા નંબરો આપવામાં આવ્યા હતા અને સુરક્ષાની વાત ને લઈ ને અમુક મુદાઓ સમજવા માં આવ્યા હતા જેનો ફાયદો એ થયો કે કર્મચારીઓએ સીધો જ પોલીસને કોલ કર્યો અને પોલીસ ગણતરીની મિનિટોમાં ત્રાટકી હતી અને રંગે હાથ જ લુટારુઓ ને ઝડપી લીધા હતા અને ઇસનપુર પોલીસ સ્ટેશન લઈ જઈ ને પૂછ પરછ હાથ ધરી હતી.
ઇસનપુર પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર છે. જેમાં રાજન ધનંજય શાહ જે લૂંટનો મુખ્ય માસ્ટરમાઈન્ડ છે અને બીજો આરોપી અલી મહમદ રુસ્તમઅલી શેખ છે જેની ઉંમર ૬૦ વર્ષીય વૃદ્ધ, જે લૂંટમાં મદદગાર તરીકે હતો અને ફરાર પ્રીતમ સિંહ લૂંટ માં રેકી કરવી અને હથિયાર સપ્લાય કરનાર હોવા ની ભૂમિકા સામે આવી છે આ ત્રણેય આરોપીઓ મૂળ બિહાર રાજ્યના સિવાન જિલ્લાના રહેવાસી છે અને અહીં શાક માર્કેટમાં છૂટક મજૂરી કરતા હતા. તપાસમાં સામે આવ્યું કે આ ગેંગે આકાર કોમ્પ્લેક્ષની તમામ આંગડિયા પેઢીઓની રેકી કરી હતી. પટેલ મહેન્દ્ર સોમા પેઢીમાં માત્ર બે જ કર્મચારીઓ હોવાથી તેમણે આ જ પેઢીને નિશાન બનાવી હતી ત્યારે ઝડપેલા બંને આરોપી ની વધુ પૂછ પરછ કરી હતી.
પોલીસ દ્વારા પૂછ પરછ માં લૂંટ પાછળનું કારણ પણ ચોંકાવનારું છે. મુખ્ય આરોપી રાજન ધનંજય શાહ અગાઉ હથિયારના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. તે ચંડોળા તળાવ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો. થોડા સમય પહેલાં ડિમોલિશનમાં તેનું મકાન પાડી દેવામાં આવતા તે ભારે નિરાશ થયો હતો. બીજી તરફ છૂટક મજૂરીમાં પૂરતી કમાણી ન હોવાથી, તેણે આ લૂંટને અંજામ આપી, તેમાંથી મળેલા રૂપિયા લઈને કાયમ માટે બિહારમાં સ્થાયી થઈ જવાનો પ્લાન ઘડ્યો હતો ત્યારે ઇસનપુર પોલીસે આરોપીઓ પાસેથી મોટા પ્રમાણ માં હથિયાર પણ કબજે કરાયા છે. જેમાં આરોપીઓ પાસેથી ૩ દેશી તમંચા, ૧૯ જીવતા કારતૂસ, ૧૦ થી ૧૫ નાની-મોટી છરીઓ અને ૨૨૫ ગ્રામ ગન પાવડર કબજે કરવા માં આવ્યો છે
આરોપીઓ પાસેથી આટલો મોટો હથિયારનો જથ્થો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ ગેંગે અન્ય કોઈ જગ્યાએ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું કે કેમ? અને આ હથિયારો તેઓ ક્યાંથી લાવ્યા? તે દિશામાં હવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફરાર આરોપી પ્રીતમ સિંહ પકડાશે ત્યારે હજુ વધુ મોટા ખુલાસા થઈ શકે છે.