300 Sit-Ups Punishment : જૂનાગઢમાં શિક્ષણના નામે સગીર વિદ્યાર્થી સાથે કથિત અમાનવીય વર્તનનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. અસાઇનમેન્ટના બે-ત્રણ પ્રશ્નો અધૂરા રહેતાં ધોરણ-12 કોમર્સના વિદ્યાર્થીને આશરે 300 જેટલી ઉઠક-બેઠક કરાવવામાં આવી હોવાનો પરિવારનો આક્ષેપ છે. વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ થઈ છે જુઓ આ ખાસ અહેવાલ...
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીનો જંગ જામ્યો છે. તમામ રાજકીય પક્ષોએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે પરંતુ આ ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોની કહાની ખાસ ચર્ચામાં છે. એક તરફ કરોડોની સંપત્તિ ધરાવતા જશવંત પટેલ તો બીજી તરફ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને ગૃહિણી તરીકે પરિવાર સંભાળતા લીલાબેન ચારેલ. બંને ભાજપના ઉમેદવાર. પરંતુ બંનેની જીવનશૈલી અને આર્થિક પૃષ્ઠભૂમિ એકબીજાથી સાવ અલગ. જુઓ આ ખાસ અહેવાલ.
Gujarat Breaking News Live: 01 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓ, રાજકારણ, વહીવટીતંત્ર, હવામાન, ટ્રાફિક, શિક્ષણ, રોજગાર અને સામાન્ય જનજીવનને અસર કરતા મોટા નિર્ણયો સહિતની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Ahmedabad News: માતાપિતા સાવધાન થજો જો તમારી દીકરી એકલી શાળાએ કે ટ્યુશન જાય છે, તો જરા પૂછજો કે રસ્તામાં કોઈ તેને પરેશાન તો નથી કરતું ને? કારણ કે, અમદાવાદના રામોલમાં એક 16 વર્ષીય વિદ્યાર્થિની સાથે આવું જ કંઈક બન્યું. શાળાએ આવતી-જતી સગીરાનો પીછો કરી, તેને નંબર આપવા દબાણ કરતા એક પરણિત વિધર્મી યુવક સમીર શેખની રામોલ પોલીસે ધરપકડ કરી છે. સગીરાની હિંમત અને માતા-પિતાની સતર્કતાથી એક મોટો ગુનો બનતો અટક્યો છે.
Surat News: નિરમા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ સામે આવેલી બિલ્ડીંગમાં જ શ્રમિક સહન ન કરી શકાય એવી અભદ્ર વર્તન કરતો વીડિયો વાયરલ થતાં હોબાળો મચ્યો હતો. હજું આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં સુરતમાં આવી જ ઘટના બની છે. સુરતના મોટા વરાછા AR મોલમાં 4 ફ્લોર પર એક યુવક યુવતીને કઈક પૂછવાના બહાને પ્રાઇવેટ પાર્ટ બતાવી રહ્યો છે તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. હવે આ ઘટનામાં પોલીસ આવા તત્વો સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું...
Surat News: સુરતના કોસંબામાં દાદી સાસુના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. દાદી સાસુના ખૂન અંગે બાતમી આપનાર જ મુખ્ય આરોપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. માધવદાસ સાધુએ પોતાની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા સાથે મળીને એક જ વર્ષમાં ત્રણ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, કોરોના કાળમાં અલગ-અલગ બીમારીના કારણે ત્રણેયના મોત થયા હોવાનું કહી હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદની વિદાય ઘડીઓ વચ્ચે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Gujarat Breaking News Live: આજે 01 ઓક્ટોબરના દિવસે ગુજરાતથી લઈને દેશ વિદેશના અલગ-અલગ ખૂણે મોટી ઘટનાઓ બની રહી છે, સરકારી નીતિઓથી લઈને જનતાના પ્રશ્નો સુધીના ત્વરિત સમાચાર માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..
સોશિયલ મીડિયાની ઝળહળતી દુનિયા પાછળ કેવું ભયાનક અંધારું છુપાયેલું છે... તેનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારા રૂવાડાં ઊભા થઈ જશે...એક યુવતી... જેણે એક ભણેલા-ગણેલા મિત્ર પર આંખો બંધ કરીને ભરોસો કર્યો...મુંબઈની એક હોટેલમાં ગેટ-ટુગેધર ના નામે એક પાર્ટી ગોઠવાય છે...યુવતી પણ ત્યાં પહોંચે છે...પછી શું થયું.
Ahmedabad Crime Branch : ગુજરાતના ક્રાઈમ રેકોર્ડ્સમાં એક એવી ખૌફનાક ઘટના સામે આવી છે, જેને જોઈને સિરિયલ કે ફિલ્મી કહાનીઓ પણ ફીકી પડી જાય. હત્યા કર્યા બાદ પુરાવા મિટાવવા માટે અપનાવાયેલી એવી ઘાતકી રીત, જેણે પોલીસ અધિકારીઓના પણ હોશ ઉડાડી દીધા!. જી હા વર્ષ 2022માં આચરેલા ભયાનક નરસંહારનું રહસ્ય બરાબર ચાર વર્ષ બાદ 2026માં ક્રાઈમ બ્રાન્ચે ખોલી નાખ્યું છે.
કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર ચાર લાખ રૂપિયા લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ટોકરિયા ગામમાં મુસ્લિમ સમાજના આગેવાન દ્વારા જીગ્નેશ મેવાણીની હાજરીમાં આ દાવો કર્યાં બાદ રાજકીય માહોલ ગરમાયો છે.
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર ચાર લાખનો આરોપ મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. જીગ્નેશ મેવાણી દ્વારા આરોપોનું ખંડન કર્યા બાદ યાકુબભાઈએ ફરી કહ્યું કે મેં પાલનપુર સર્કિટ હાઉસમાં જીગ્નેશ મેવાણીને રૂપિયા આપ્યા હતા.
મોબાઈલ સ્ક્રીન પર દેખાતો કરોડો રૂપિયાનો નફો...અને એક જ ઝાટકે બેંક એકાઉન્ટ થઈ ગયું સાફ! વાત ડિજિટલ ડાકુની, જેની મોડસ ઓપરેન્ડી સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે...તો કેવી રીતે Axis.apk નામની નકલી એપથી કરોડોનો આ કાળો ખેલ ખેલાયો? અને મહારાષ્ટ્રની આ ત્રિપુટી કેવી રીતે સુરત પોલીસના સકંજામાં આવી?
Kheda: ખેડા જિલ્લાના લવાલ ગામે સર્જાયેલા જૂથ વિવાદ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તકરાર મામલે મહિપતસિંહ ચૌહાણએ ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી છે. મહિપતસિંહે પોતાના પરિવાર પર મૂકવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.
Ahmedabad News: ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીમાં નવો નાણાકીય વિવાદ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. નીરજા ગુપ્તા અને ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલ સામે શિક્ષણ વિભાગના સ્પષ્ટ આદેશો અને શરતોનો અનાદર કરીને 5.88 લાખનો વિદેશ પ્રવાસ ખર્ચ પાસ કરાવવાનો ગંભીર આક્ષેપ થયો છે.
Gir Somnath Accident: ગુજરાત માટે આજનો દિવસ ભારે લાગી રહ્યો છે. ગીર સોમનાથના બેડીયા ગામ પાસે એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રકચાલક સહિત બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એસ.ટી. બસના ડ્રાઈવર સહિત 16 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી જતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
Fake Currency : તમારા ખિસ્સામાં રહેલી ચલણી નોટો અસલી છે કે નકલી? આ સવાલ આજે એટલા માટે પૂછવો પડી રહ્યો છે કારણ કે, ગુજરાતના બે સૌથી મોટા આર્થિક હબ સમાન શહેરોમાં એક એવો ખેલ ચાલી રહ્યો હતો, જે જાણીને તમે પણ ચોંકી જશો.
એક ગર્ભવતી મહિલા, જે શારીરિક પીડામાં છે. એક લાચાર પતિ.. જે પોતાની પત્નીની સારવાર માટે હોસ્પિટલ જવા આજીજી કરી રહ્યો છે અને બીજી તરફ, સત્તાના નશામાં ચૂર એક એવો સરકારી અધિકારી, જેનામાં રહેલી માનવતા સાવ મરી પરવારી છે!. તમે અનેક લાંચકાંડ સાંભળ્યા હશે, પરંતુ સુરત મહાનગરપાલિકામાંથી જે કિસ્સો સામે આવ્યો છે, તે સાંભળીને ભલભલા ભ્રષ્ટાચારીઓ પણ શરમાઈ જશે.
Gujarat ESIC scheme : ગુજરાતના 1.20 કરોડ લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ જાહેરનામા મુજબ હવે સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ હેઠળ તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી ગુજરાતના ૧૬ આંશિક અમલીકૃત અને ૧૫ બિનઅમલીકૃત મળી કુલ ૩૧ જિલ્લાઓમાં ESIC યોજનાનો પૂર્ણ અમલ કરવામાં આવશે.
The Paradise Box Office Collection: નાની અને રાઘવ જુયાલની ફિલ્મ ધ પૈરાડાઈજનું કલેક્શન 5 દિવસમાં 150 કરોડની નજીક પહોંચી ગયું છે, ચાલો તેનું દિવસ પ્રમાણે કલેક્શન તમને જણાવીએ.
Gujarat News LIVE News: આજે 29 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશ વિદેશમાં બનતી સાંપ્રદ ઘટનાઓ, રાજનીતિ ક્ષેત્રની મોટી વાતો, બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવતા રહો..
Gujarat Farmers : વરસાદની રાહ જોતા ગુજરાતના ખેડૂતોની આંખો હવે આકાશ તરફ નહી. પરંતુ ખેતરોમાં સુકાતા પાક તરફ છે. કેમ કે, વરસાદની ઘટના કારણે કપાસ, મગફળી, બાજરી, એરંડા સહિત ચોમાસુ પાકને મોટુ નુકસાન થયુ છે.