)
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે 4 લાખ રૂપિયા લેવાનો આરોપ લગાવતો વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. વડદામ તાલુકાના કોટરીયા ગામે આયોજીત એક સભામાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ વાયરલ વીડિયો મામલે ટોકરીયા ગામના યાકુબભાઈ મહંમદભાઈનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે મેં બે-અઢી વર્ષ પહેલા પાલનપુર સર્કિટ હાઉસમાં જીગ્નેશ મેવાણીને 4 લાખ રૂપિયા આપ્યા હતા.
તેમણે જણાવ્યું કે મેં કોંગ્રેસને કોઈ ફંડ નથી આપ્યું, આ પૈસા જીગ્નેશ મેવાણીને આપ્યા છે. તેમણે કહ્યું કે મેં ગામના લોકો જોડેથી પ્લોટના પૈસા લીધા તેવો આરોપ જીગ્નેશ મેવાણી લગાવે ચે, પરંતુ ગામલોકો કે અરજદારો કરતા નથી.
જીગ્નેશ મેવાણીએ અમારા ગામના 100 પ્લોટ અહમદભાઈ સોદાગરના કહેવાથી કેન્સલ કરાવ્યા અને ફોર્મ રિટર્ન મોકલ્યા હતા. યાકુબભાઈ મહંમદભાઈએ કહ્યું કે ઝરીના નામના વિસ્તરણ અધિકારી હતી, જેમણે મારી પાસેથી પ્લોટ દીઠ 2500 રૂપિયા માગ્યા હતા, પરંતુ મેં આ રૂપિયા આપ્યા નહોતા.
જિજ્ઞેશ મેવાણી સામે 4 લાખ લીધાનો આરોપ, વિરોધના વીડિયો બાદ સામે આવી પ્રતિક્રિયા#JigneshMevani #PoliticalControversy #PoliticalReaction #Gujarat #viralvideo #viral #viralshort #trending #trendingshorts #trendingvideo #SHORT pic.twitter.com/rSxMmJHBE2
— Zee 24 Kalak (@Zee24Kalak) September 30, 2026
મેં જીગ્નેશ મેવાણીને કહ્યું હતું કે ઝરીનાની તપાસ કરાવો પણ તેમને એની તપાસ નહિ પણ પ્લોટની તપાસ કરાવી. ઝરીના વિસ્તરણ અધિકારી હતા એમની બદલી થઈને એ થરાદ જતા રહ્યાં હતા. અમારી માંગ છે કે જીગ્નેશ મેવાણી અમારા વિસ્તારમાં વિકાસ કરે. 9 વર્ષથી રોડ કરવાનું કહે છે અને બંધાય છે , 4 વર્ષ પહેલા તો ચાલીને ગયા હતા અને 1 કિલોમીટર રોડ કરવાનું વચન આપ્યું હતું. પણ કોઈ રોડ કરેલ નથી અને અમે કહેવા ગયા તો ઉગ્ર થાય છે.
હું કોંગ્રેસમાં જ છું મારો વિરોધ જીગ્નેશ મેવાણી સામે છે કે એ અમારા ગામનું અને અમારા સમાજનું કામ કરતા નથી અમારા સમાજ ઉપર ખોટી એટ્રોસિટી કરે છે. મારા સમાજના લોકોને ઉતારી પાડે છે.