)
અલ નીનો એટલે શું? તમને સામાન્ય રીતે એવો પ્રશ્ન થતો હશે અને દુનિયા હાલ આ સુપર અલ નીનો શું છે જે ચર્ચામાં છે અને અસંખ્ય મોતો તેના કારણે થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. એક નવા રિસર્ચમાં એવી વાત સામે આવી છે કે સપ્ટેમ્બર 2026થી ફેબ્રુઆરી 2027 સુધીમાં આફ્રીકાના ચાર દેશોમાં સામાન્ય વર્ષોની સરખામણીએ 66800 મોત વધુ થઈ શકે છે. જેમાં નાઈજીરિયા એકલામાં જ લગભગ 31000થી વધુ મોત થઈ શકે એવું અનુમાન વ્યક્ત કરાયું છે. ત્યારે આ અલનીનો અને સુપર અલનીનો શું છે એ સમજીએ.
અલ નીનો એટલે શું?
અલ નીનો આમ તો એક જળવાયું ઘટના છે અને પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વ ભાગમાં સમુદ્રની સપાટી અસામાન્ય રીતે ગરમ થઈ જવાથી ઉદભવતી ઘટના છે.
સુપર અલ નીનો એટલે શું
જ્યારે આ સ્થિત ખુબ ડરામણી એટલે કે તીવ્ર બની જાય છે અને સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતા ઘણું વધી જાય તો તેને સુપર અલ નીનો કહે છે. જે દુર્લભ અને પ્રભાવશાળી હોય છે અને વૈશ્વિક સ્તરે અકલ્પનીય મૌસમી ઘટનાઓ ઉદભવા માટે કારણભૂત બને છે.
સુપર અલ નીનોની અસર
આ વખતે સુપર અલ નીનોના કારણે આવનારો સમય અત્યંત ભારે હોવાના એંધાણો વ્યક્ત કરાયા છે. આફ્રીકાના સહેલ વિસ્તારમાં અકલ્પનીય ગરમી પડી શકે છે. એક નવા રિસર્ચ મુજબ સપ્ટેમ્બર 2026થી ફેબ્રુઆરી 2027 વચ્ચે 4 આફ્રિકન દેશો સુડાન, નાઈજીરિયા, નાઈઝર, અને ચાડમાં સામાન્યની સરખામણીમાં 66800વધુ મોત થઈ શકે છે. એકલા નાઈજીરિયામાં જ કહેર વર્તાઈને 31400 વધુ મોત થઈ શકવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.
આ ઉપરાંત દુનિયાના બાકી ભાગોમાં પણ સુપર અલ નીનોનું જોખમ તોળાઈ રહ્યું છે. એક રિસર્ચ મુજબ જૂન 2026થી ફેબ્રુઆરી 2027 વચ્ચે દુનિયામાં લગભગ 4.51 લાખ વધુ મોત ગરમીના કહેરથી થઈ શકે છે. આ પરિસ્થિતિનો સૌથી વધુ ભોગ ગરીબ દેશો બની શકે છે. કારણ કે તેમની પાસે ગરમી સામે ઝઝૂમવા માટે સંસાધનોની પણ અછત હોય છે.
કયા દેશો પર સૌથી વધુ તોળાઈ રહ્યું છે જોખમ
કઈ રીતે કર્યું મોતનું અનુમાન?
અત્રે જણાવવાનું કે અમેરિકાની સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કમાં પર્યાવરણ વિજ્ઞાનના પ્રોફેસર ડો. પોલ રાઉન્ડીએ એક લેખમાં જણાવ્યું છે કે છેલ્લા 140 વર્ષમાં સૌથી શક્તિશાળી અલનીનો ઉદભવવાની આશંકા છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો સુપર અલનીનોના કારણે ભારતમાં દુષ્કાળની પણ આશંકા વધી શકે છે. પરંતુ હજુ એ નક્કી નથી કે દર સુપર અલ નીનો વખતે દુષ્કાળ જ પડશે.