અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

Written ByDilip Chaudhary
Published: Sep 28, 2026, 07:35 PM IST|Updated: Sep 28, 2026, 07:40 PM IST
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખૈલાઈઓની ચિંતા વધી ગઈ છે.

વરસાદ સાથે ગરમી વધવાની પણ આગાહી છે અને તાપમાન 37થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. 17 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવનની શક્યતા છે, જ્યારે 24 ઓક્ટોબર બાદ હવામાનમાં ફરી પલટો આવી શકે છે.

Rain Forecast1/5

3

વરસાદ સાથે ગરમી વધવાની પણ આગાહી છે અને તાપમાન 37થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. 17 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવનની શક્યતા છે, જ્યારે 24 ઓક્ટોબર બાદ હવામાનમાં ફરી પલટો આવી શકે છે.
Rain Forecast2/5

4

રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતા 10 ટકા ઓછો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની મોટી ઘટ છે. 1 જૂનથી 27 સપ્ટેમ્બર સુધીમાં 637 મિલીમીટર વરસાદ નોંધાયો છે.
Rain Forecast3/5

Rain Forecast

જે સામાન્ય રીતે થતા વરસાદ 705 મિલીમીટરથી 10 ટકા ઓછો છે. અલનીનોની વિપરીત અસર જોવા મળી રહી છે. અને વરસાદની ઘટથી આવતું આખું વર્ષ કેવું જશે એ ચિંતા છે.
Rain Forecast4/5

2

તો નવરાત્રિની શરૂઆતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ત્રીજા નોરતાથી દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે. નવરાત્રિના છઠ્ઠા નોરતે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
Ambalal Patel5/5

અંબાલાલ પટેલ

Ambalal Patel Prediction : અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. આજથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.