ઓક્ટોબર મહિનો આ રાશિઓ માટે રહેશે અત્યંત શુભ, સફળતા કદમ ચૂમશે, કરિયરમાં ચડતી થશે!

Written ByViral Raval
Published: Sep 30, 2026, 02:05 PM IST|Updated: Sep 30, 2026, 02:20 PM IST
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ સમયાંતરે વાયરલ થતી રહે છે. એક રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ આવનારો ઓક્ટોબર મહિનો કેટલીક રાશિઓ માટે ખુબ સકારાત્મક રહી શકે છે. સફળતા કદમ ચૂમી શકે છે. આર્થિક પ્રગતિ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.

સોશિયલ મીડિયા પર બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વાયરલ થતી રહે છે. બાબા વેંગા એ બલ્ગેરિયાના નેત્રહિન મહિલા ભવિષ્યવક્તા હતા. તેમના અનુયાયીઓનું એવું માનવું છે કે બાળપણમાં નેત્રહિન થયા બાદ તેમનામાં ભવિષ્યમાં ડોકિયું કરવાની શક્તિ પાંગરી હતી. બાબા વેંગાની રાશિઓ વિશે પણ ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે. ઓક્ટોબર મહિનો કઈ રાશિઓને ફળી શકે છે તે ખાસ જાણો. 

વૃષભ રાશિ1/4

વૃષભ રાશિ

વૃષભ રાશિ એ શુક્રના સ્વામિત્વવાળી રાશિ છે. જેને ઓક્ટોબર મહિનામાં સારો એવો ફાયદો થઈ શેક છે. વાયરલ ભવિષ્યવાણી મુજબ વૃષભ રાશિના જાતકોને કરિયર ક્ષેત્રે તગડો ફાયદો થઈ શકે છે. જ્યાં હાથ નાખશો ત્યાં સફળતા મળી શકે છે. મહેનત રંગ લાવશે. પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. પ્રોપર્ટીમાં કરાયેલું રોકાણ મોટો આર્થિક ફાયદો તમને કરાવી શકે છે. જો કે અહીં એક વાત ખાસ ધ્યાન રાખવી કે તમારે ખર્ચા પર કાબૂ રાખવાની જરૂર પડશે.
મિથુન રાશિ2/4

મિથુન રાશિ

મિથુન રાશિ એ બુધના સ્વામિત્વવાળી રાશિ છે. ઓક્ટોબર મહિનો તમને નેવર્કિંગ, વાણી, ભાગીદારીઓને મામલે ફાયદો કરાવી શકે છે. જો તમે ડિજિટલ કામકાજ કરતા હોવ તો કે ઓનલાઈન ટ્રેડિંગમાં હાથ અજમાવતા હોવ તો આર્થિક લાભ થઈ શકે છે. મુસાફરી ફાયદો કરાવી શકે છે. જો કે માનસિક તણાવથી દૂર રહેવું.
તુલા રાશિ3/4

તુલા રાશિ

તુલા રાશિ એ શુક્રના સ્વામિત્વવાળી રાશિ છે અને આ રાશિવાળાને ઓક્ટોબર મહિનામાં ફાયદો થઈ શકે છે. એક તો શ્રાદ્ધ પક્ષ પણ ચાલુ છે જેમાં પિતૃઓના આશીર્વાદ પણ તેમને મળશે. જો નોકરી શોધતા હશો તો તક મળી શકે છે. જૂના સંપર્કો તમને વેપારમાં ફાયદો કરાવી શકે છે. આર્થિક યોજનાઓમાં સમજી વિચારીને આગળ વધશો તો ફાયદો થઈ શકે છે. સંબંધો સારા રહેશે.
કુંભ રાશિ4/4

કુંભ રાશિ

કુંભ એ શનિના સ્વામિત્વવાળી રાશિ છે. આ મહિનો તમારા માટે અઢળક સફળતાઓ લાવી શકે છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ટેક્નોલોજી અને રચનાત્મક ક્ષેત્રે તમને ભરપૂર ફાયદો થઈ શકે છે. તમારી વિચારવાની શક્તિ તમને સફળતાના દ્વારે લઈ જઈ શકે છે. સામાજિક પ્રસંગોમાં સામેલ થવાથી માન સન્માન વધશે. આર્થિક પ્રગતિ થશે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, બાબા વેંગાની ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે અને અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવા થતા રહે છે. જો કે Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)