High BP: હાઈ બ્લડ પ્રેશરને હળવાશથી લેવું પડી શકે છે ભારે, જાણો શરીરના કયા અંગો પર થાય છે સૌથી વધુ અસર

Written ByGokani Dhaval
Published: Sep 27, 2026, 12:27 PM IST|Updated: Sep 27, 2026, 12:32 PM IST
Blood Pressure on Health: હાઈ બીપીની સમસ્યાથી આજે દેશમાં અનેક લોકો પરેશાન છે, પરંતુ ઘણા લોકો તેને નજરઅંદાજ કરે છે. આવો NHS પાસેથી જાણીએ શું છે બીપીની સમસ્યા, જે તમારા જીવ માટે ખતરો બની શકે છે?

બીમારીઓથી બચાવ માટે શરીરને હેલ્ધી રાખવું જરૂરી છે, કારણ કે જો તમે તમારા સ્વાસ્થ્ય અને શરીરની જરૂરિયાતનું ધ્યાન નહીં રાખો, તો ભવિષ્યમાં ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે. આ ખતરનાક બીમારીઓમાં એક મોટું નામ હાઈ બ્લડ પ્રેશર છે, જેને હંમેશા લોકો સામાન્ય સમજે છે અને હળવાશમાં લઈ નજરઅંદાજ કરે છે. ભલે તમને ખ્યાલ ન હોય, પરંતુ હાઈ બીપીની સમસ્યાને નજરઅંદાજ કરવાથી હાર્ટથી લઈને કિડનીના અંગો પર ખરાબ અસર પડી શકે છે, જેનાથી દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. આવો જાણીએ કેમ જરૂરી છે કે બ્લડ પ્રેશર વિશે જાણવું અને કેટલું બીપી સામાન્ય હોય છે?

high-bp-two.jpg1/5

હાઈ બ્લડ પ્રેશર

high-bp-three.jpg2/5

શું છે બીપીની સમસ્યા?

NHS અનુસાર બ્લડ પ્રેશર તે દબાણ છે, જે લોહીને ધમનિઓની દીવાલો પર પડે છે. ધમનિઓ હાર્ટથી શરીરના બીજા હિસ્સા સુધી લોહી પહોંચાડે છે. સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mm Hg થી ઓછું માનવામાં આવે છે. તો જ્યારે બ્લડ પ્રેશર સતત સામાન્ય સ્તરથી વધુ રહે છે, તો તેને હાઈ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શન કહેવામાં આવે છે. 130/80 mm Hg કે તેનાથી વધુ બ્લડ પ્રેશરને હાઈ માનવામાં આવે છે. પરંતુ તે માત્ર તમારા દિવસભરની એક્ટિવિટી પર નિર્ભર કરે છે. પરંતુ જરૂરી છે કે તમે નિયમિત તપાસ કરાવતા રહો, કારણ કે તેમાં કોઈ પ્રકારની મુશ્કેલી આગળ મોટી સમસ્યા પેદા કરી શકે છે.
high-bp-one.jpg3/5

હાઈ બ્લડ પ્રેશરના લક્ષણ અને કારણ

હાઈ બ્લડ પ્રેશરને હંમેશા સાયલન્ટ સમસ્યા કહેવામાં આવે છે, કારણ કે સામાન્ય રીતે તેના કોઈ સ્પષ્ટ સંકેત કે લક્ષણ હોતા નથી. તેવામાં માત્ર બ્લડ પ્રેશરની તપાસથી જ જાણી શકાય છે કે બીપી હાઈ છે કે નહીં. આ સમસ્યા સમયની સાથે વિકસિત થઈ શકે છે અને તેના ઘણા કારણ તથા જોખમ હોઈ શકે છે. તેથી જરૂરી છે કે સમસ્યાને નજરઅંદાજ કરવામાં ન આવે.
high-bp-four.jpg4/5

હાઈ બ્લડ પ્રેશરના મુખ્ય કારણ

શારીરિક એક્ટિવિટીનો અભાવઃ નિયમિત કસરત ન કરવાથી બીપીનું જોખમ વધી શકે છે. ડાયાબિટીસ અને મેદસ્વિતાઃ કેટલીક સ્વાસ્થ્ય સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી શકે છે. ગર્ભાવસ્થાઃ ગર્ભાવસ્થા દરમિયાન પણ હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. તણાવ અને માનસિક સ્વાસ્થ્યઃ લાંબા સમય સુધી ડિપ્રેશન, ચિંતા, તણાવ કે PTSD રહેવા પર હાઈ બીપીનો ખતરો વધી શકે છે. પારિવારિક ઈતિહાસઃ પરિવારમાં પહેલા કોઈને આ સમસ્યા રહી હોય તો હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી શકે છે.
high-bp-five.jpg5/5

બીપીનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે?

NHS અનુસાર હાઈ બીપીની સમસ્યાને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવાથી શરીરના ઘણા મહત્વના અંગો પ્રભાવિત થાય છે, જેનાથી જીવ જવાનું જોખમ વધી શકે છે. NHS અનુસાર હાઈ બીપીની સમસ્યાને કારણે હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓ, જેમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલિયરનો ખતરો વધી શકે છે. એટલું જ નહીં સ્ટ્રોક અને મગજની સમસ્યા પેદા થઈ શકે છે અને કિડનીના સ્વાસ્થ્ય માટે પણ હાઈ-બીપી નુકસાનદાયક સાબિત થઈ શકે છે. તેથી જરૂરી છે કે નિયમિત બીપીની તપાસ કરાવો.