દિવાળી પહેલા જ માલામાલ થશે આ 3 રાશિઓ, લક્ષ્મી નારાયણ રાજયોગ બનતા કુબેરનો ખજાનો હાથ લાગશે!

Written ByViral Raval
Published: Sep 25, 2026, 11:06 AM IST|Updated: Sep 25, 2026, 11:10 AM IST
Lakshmi Narayan Rajyog: સમયાંતરે ગ્રહ ગોચરના કારણે વિશેષ યોગ બનતા રહે છે જેની તમામ રાશિઓ પર અસર જોવા મળતી હોય છે. આવો જ એક યોગ દિવાળી પહેલા બનાવાનો છે જે કેટલીક રાશિઓનું ભાગ્ય પલટી શકે છે. બંપર ફાયદો કરાવી શકે છે.

દિવાળી એ ધન અને સમૃદ્ધિ સંલગ્ન મુખ્ય તહેવાર ગણાય છે. આવામાં દિવાળીની આસપાસ બનનારા યોગોનું જ્યોતિષની દ્રષ્ટિએ વિશેષ મહત્વ હોય છે. આ યોગ પણ દિવાળી આસપાસ બનવા જઈ રહ્યો છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓમાં તમારી રાશિ સામેલ છે કે નહીં. 
 

દિવાળી પહેલા જ માલામાલ થશે આ 3 રાશિઓ1/4

દિવાળી પહેલા જ માલામાલ થશે આ 3 રાશિઓ

આ વખતે દિવાળીનો તહેવાર 8 નવેમ્બરે ઉજવવામાં આવશે. પરંતુ તે પહેલા ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બનશે જે ધન સંપત્તિ અને કરિયરની રીતે ખુબ મહત્વ ધરાવે છે. જ્યોતિષમાં બુધ એ વાણી, વેપાર, બુદ્ધિ-સંચારના કારક ગણાય છે. જ્યારે શુક્ર એ સુખ સુવિધા, વૈભવ અને સમૃદ્ધિ સાથે જોડાયેલા છે. જ્યારે આ બંને ગ્રહો એક જ રાશિમાં આવે ત્યારે લક્ષ્મી નારાયણ યોગ બનતો હોય છે. આ વખતે બુધ અને શુક્રની યુતિ 26 સપ્ટેમ્બરથી તુલા રાશિમાં બનશે. જો કે જ્યોતિષ માન્યતાઓ મુજબ લક્ષ્મી નારાયણ યોગનું ફળ જન્મકુંડળીમાં તે કયા ભાવમાં બની રહ્યો છે તેના ઉપર પણ નિર્ભર કરે છે. જાણો તે લકી રાશિઓ.
મિથુન રાશિ2/4

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ યોગ કરિયર અને આર્થિક મામલાઓમાં સરાકાત્મક ફેરફાર લાવી શકે છે. કાર્યક્ષેત્રે નવી તકો મળી શકે છે. વાણી અને સંવાદ કૌશલના કારણે ફાયદા થવાના સંકેત છે. અચાનક ધનલાભના યોગ બની શકે છે.
તુલા રાશિ3/4

તુલા રાશિ

તુલા રાશિમાં જ બુધ અને શુક્રની યુતિ બનવાથી તે આ રાશિવાળા માટે ખુબ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે અને કરિયરમાં સકારાત્મક ફેરફારની તકો ઊભી થઈ શકે છે. વિદેશ સંબંધિત કામકાજ કે મુસાફરીના યોગ બની શકે છે.
મકર રાશિ4/4

મકર રાશિ

મકર રાશિવાળા માટે પણ લક્ષ્મી નારાયણ યોગ આર્થિક મામલે લાભકારી ગણાઈ રહ્યો છે. આવકના નવા સ્ત્રોત બનવાની તકો મળી શકે છે. વેપારનો વિસ્તાર થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહી શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)