ઓક્ટોબરમાં 4 રાજયોગ મચાવશે ધમાલ! 4 રાશિઓની ધન-સંપત્તિમાં થશે પુષ્કળ વધારો! બંપર આકસ્મિક ધનલાભના યોગ

Written ByViral Raval
Published: Sep 28, 2026, 09:30 AM IST|Updated: Sep 28, 2026, 09:36 AM IST
સપ્ટેમ્બર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ઓક્ટોબર મહિનો બેસશે. ગ્રહ ગોચરની રીતે ઓક્ટોબર મહિનો ખુબ ખાસ છે. કારણ કે ઓક્ટોબરમાં અનેક રાજયોગ બનશે જે કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવી શકે છે. બંપર ધનલાભ થઈ શકે છે.

વૈદિક જ્યોતિષની રીતે જોઈએ તો આ વખતે ઓક્ટોબર મહિનો ખુબ દુર્લભ રાજયોગો લઈને આવી રહ્યો છે. આ મહિને અનેક મોટા ગ્રહો પોતાની ચાલ અને રાશિ બદલવાની સાથે અત્યંત શુભ યોગોનું પણ નિર્માણ  કરશે. 

કયા કયા રાજયોગ બનશે1/5

કયા કયા રાજયોગ બનશે

17 ઓક્ટોબરના રોજ સૂર્ય કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી બુધ હશે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. જ્યારે 20 ઓક્ટોબરે ધન વૈભવના કારક શુક્ર દેવ સ્વરાશિ તુલામાં ગોચર કરશે. ત્યાં પણ પહેલેથી બુધ હશે. બુધ અને શુક્ર સાથે આવે ત્યારે લક્ષ્મી નારાયણ રાજયોગ બને છે. 20 ઓક્ટોબરના રોજ શુક્ર તુલા રાશિમાં પ્રવેશની સાથે જ કેન્દ્ર ભાવને પ્રભાવિત કરશે. જ્યારે શુક્ર પોતાની સ્વરાશિ કે ઉચ્ચ રાશિમાં થઈને કેન્દ્ર ભાવ (1, 4, 7, 10)માં હોય ત્યારે પંચ મહાપુરુષ યોગોમાંથી એક માલવ્ય રાજયોગ બને છે. આ ઉપરાંત 4 ઓક્ટોબરના રોજ ચંદ્રમા કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં દેવગુરુ બૃહસ્પતિ અને મંગળ દેવ પહેલેથી બિરાજમાન હશે. ગુરુ, મંગળ, અને ચંદ્રની ત્રિકોણીય યુતિથી ત્રિગ્રહી શુભ યોગ બનશે. 31 ઓક્ટોબરના રોજ જ્ઞાન અને સમૃદ્ધિના કારક દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાંથી નીકળીને મિત્ર ગ્રહ સૂર્યની રાશિ સિંહમાં ગોચર કરશે. સિંહ રાશિમાં ગુરુનું આગમન એક અત્યંત શુભ સ્થિતિ બનાવશે. જાણો કોને ફાયદો થઈ શકે છે.
કર્ક રાશિ2/5

કર્ક રાશિ

આર્થિક દ્રષ્ટિએ કર્ક રાશિના જાતકો માટે સમય સારો રહેશે. તમારી આવકમાં વધારો થશે. પરિવાર માટે સમય સારો રહેશે. સંબંધમાં સુધાર થશે. કામમાં સફળતા મળશે અને તમારા અટવાયેલા પૈસા પરત મળી શકે છે.
સિંહ રાશિ3/5

સિંહ રાશિ

ગુરૂ ગ્રહનું ગોચર સિંહ રાશિમાં થવાનું છે. તેવામાં તમને ગુરૂ શુભ ફળ પ્રદાન કરશે. કરિયરમાં આગળ વધવાની તક મળશે. નોકરી કરતા જાતકો માટે સમય સારો રહેશે. તમારે કોઈ કામની યોજના બનાવવી જોઈએ. તેનાથી ફાયદો થશે.
તુલા રાશિ4/5

તુલા રાશિ

ગુરૂનું સિંહ રાશિમાં ગોચર કરવું તુલા રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ સમય તમારા માટે સારો રહેશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં પ્રદર્શન સારૂ રહેશે.
વૃશ્ચિક રાશિ5/5

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો આર્થિક રીતે ખુબ ફાયદાકારક રહી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. શેર બજાર, રિયલ એસ્ટેટ કે જૂના રોકાણથી બંપર રિટર્ન મળી શકે છે. કાર્યસ્થળે તમારી કાર્યશૈલી અને લીડરશીપના ખુબ વખાણ થઈ શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)