દિવાળી ટાણે શનિ બદલશે નક્ષત્ર, 122 દિવસ સુધી આ 5 રાશિઓ નોટોમાં આળોટશે, સઘળા એશોઆરામ ભોગવશો!

Written ByViral Raval
Published: Sep 26, 2026, 10:15 AM IST|Updated: Sep 26, 2026, 10:22 AM IST
Shani Nakshatra Parivartan: જ્યોતિષમાં શનિની ગણતરી અત્યંત મહત્વના ગ્રહોમાં થાય છે. તેની દરેક ચાલના ફેરફારની અસર તમામ રાશિઓ પર થતી હોય છે. 9 ઓક્ટોબર 2026ના રોજ શનિ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જાણો કોને ફાયદો થઈ શકે છે.


જ્યોતિષ શાસ્ત્રમાં શનિને કર્મફળ દાતા, ન્યાયના દેવતા તરીકે ગણવામાં આવે છે જેઓ કર્મ, અનુશાન અને મહેનતના કારક છે. ઓક્ટોબરમાં શનિ નક્ષત્ર બદલશે. 9 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 7.28 કલાકે શનિ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર શનિનું સ્વનક્ષત્ર છે. કેટલીક રાશિઓ માટે તે સારું ફળ આપી શકે છે.  હાલ શનિ રેવતી નક્ષત્રના પ્રથમ પદમાં ગોચર કરે છે. 9 ઓક્ટોબરે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ પરિવર્તન લગભગ 122 દિવસ સુધી રહે છે. શનિની સ્થિતિનો પ્રભાવ કામકાજ, આર્થિક સ્થિતિ અને જવાબદારી સંલગ્ન અલગ અલગ રીતે જોવામાં આવે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે. 

વૃષભ રાશિ1/5

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન નોકરી અને આર્થિક મામલાઓમાં બદલાવનો સંકત ગણાઈ રહ્યો છે. કાર્યક્ષેત્રે તમને નવી જવાબદારી મળી શકે છે. આ સાથે આવકમાં પણ વધારો થવાની શક્યતા છે. જે લોકો લાંબા સમયથી કોઈ તકની રાહ જોતા હશે તેમણે પ્રયત્નો ચાલુ રાખવા. નોકરીયાતો માટે કામમાં ફેરફાર કે નવી ભૂમિકા સામે આવી શકે.
 મિથુન રાશિ2/5

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો ખુબ મહત્વનો રહેશે. આવકના નવા નવા સાધનો કે પહેલેથી ચાલતા કામોથી ફાયદો થવાની શક્યતા છે. નોકરી કે વેપાર કરતા લોકો માટે સમય અનુકૂળ રહી શકે છે. જો કે આર્થિક નિર્ણયો લેતી વખતે બજેટ અને ભવિષ્યની જરૂરિયાતોનું ધ્યાન રાખવું.
કન્યા રાશિ3/5

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોની કરિયરમાં ફેરફાર જોવા મળી શકે છે. નોકરી કે પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની સંભાવના છે. કેટલાક લોકોને સારી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. વેપાર કરતા લોકો માટે નવી તકો ઊભી થઈ શકે. કોઈ જૂના પ્રોજેક્ટ કે અટકેલા કામોથી ફાયદો થવાની શક્યતા છે.
મકર રાશિ4/5

મકર રાશિ

મકર રાશિના સ્વામી શનિ પોતે છે આથી આ નક્ષત્ર ગોચર તેમને ફાયદો કરાવી શકે છે. જ્યોતિષ માન્યતાઓ મુજબ પ્રોપર્ટી સંલગ્ન મામલાઓમાં પ્રગતિ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં અચાનક લાભ થઈ શકે છે. કોઈ મોટા રોકાણ કે સંપત્તિ સંલગ્ન નિર્ણયો વિશે જાણકારી લઈને આગળ વધવું.
તુલા રાશિ5/5

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે પણ આ ફેરફાર કામોને ગતિ આપનારો રહી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો ફરીથી શરૂ થઈ શકે છે. કમાણી અને ખર્ચા વચ્ચે સંતુલન જાળવવામાં મદદ મળી શકે. ફાલતું ખર્ચા પર જો કે કાબૂ રાખવો. જેથી કરીને આર્થિક લાભનો યોગ્ય ઉપયોગ થઈ શકે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)