પૂજા વખતે કાળા કપડાં કેમ ન પહેરવા જોઈએ? કયા રંગના કપડાં પહેરવા ગણાય છે શુભ

Written ByViral Raval
Published: Sep 24, 2026, 01:53 PM IST|Updated: Sep 24, 2026, 02:00 PM IST
ધાર્મિક માન્યતાઓ મુજબ પૂજામાં રંગોનું પણ એક આગવું મહત્વ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે કાળા કપડાં પહેરીને પૂજા ન કરવાનું કહેવામાં આવતું હોય છે. પૂજા વખતે કયા રંગના કપડાં પહેરવા જોઈએ તે ખાસ જાણો.


જ્યોતિષીય અને ધાર્મિક માન્યતાઓ મુજબ નોર્મલ પૂજા દરમિયાન કાળા રંગના કપડાં પહેરવાની મનાઈ કરવામાં આવે છે. કાળા રંગના કપડાં પહેરીને જો તમે મંદિર જાઓ તો પણ કોઈ ટોકી દેતા હોય છે કે આ રંગના કપડાં પહેરવા જોઈએ નહીં. હકીકતમાં પૂજા દરમિયાન હળવા અને શુભ રંગના કપડાં પહેરવા સારું ગણાય છે. ત્યારે કાળા રંગના કપડાં પહેરવા કેમ વર્જિત ગણાય છે?

શનિ-રાહુ સાથે સંબંધ?1/4

શનિ-રાહુ સાથે સંબંધ?

એવી ધાર્મિક માન્યતા છે કે કાળા રંગને શનિ અને રાહુ સાથે સંબંધ છે. આ ગ્રહોની એનર્જી ખુબ પાવરફૂલ હોય છે. જેના કારણે પૂજા દરમિયાન લોકોએ કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં એવું કહેવાય છે અને તેની જગ્યાએ શુભ રંગોના કપડાં પહેરવાનું સૂચવવામાં આવે છે.
કાળા રંગના કપડાં કેમ નહીં?2/4

કાળા રંગના કપડાં કેમ નહીં?

એવી ધાર્મિક માન્યતા છે કે કાળો રંગ થોડો ભારે પ્રકૃતિનો ગણાય છે. પૂજા દરમિયાન મન શાંત અને પોઝિટિવ હોવું જોઈએ. આવામાં કહેવાય છે કે પૂજા દરમિયાન કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં.
કયા રંગના કપડાં શુભ3/4

કયા રંગના કપડાં શુભ

પૂજામાં ધૂપ-દીવા અને મંત્રો વચ્ચે માહોલ એકદમ અલગ અને પોઝિટિવ થઈ જાય છે. એટલે પોઝિટિવ રંગોને પહેરવા શુભ ગણાય છે. કોશિશ કરવી જોઈએ કે આ દરમિયાન શુભ ગણાતા રંગ જેમ કે લાલ, નારંગી, પીળો કે પછી સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ. કોઈ પણ પૂજા કે પછી ધાર્મિક કામમાં આ રંગોના કપડં પહેરવા શુભ ગણાય છે.
કઈ પૂજામાં પહેરી શકાય કાળા કપડાં4/4

કઈ પૂજામાં પહેરી શકાય કાળા કપડાં

દરેક પૂજામાં કાળા કપડાં ન પહેરાય એવું પણ નથી હોતું. ધાર્મિક પરંપરાઓ અને માન્યતાઓ મુજબ ભગવાન શનિદેવ અને માતા કાળીની પૂજામાં કાળા રંગના કપડાંનો ઉપયોગ થાય છે. ભગવાન શનિદેવનો શનિવાર દિવસ હોય છે અને આ દિવસે કાળા રંગના કપડાંનું દાન કરવાનું પણ કહેવાય છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)