)
Ankush Panghal : હરિયાણાના હિસારના રહેવાસી 21 વર્ષીય બોક્સર અંકુશ પંઘાલે એશિયન ગેમ્સ 2026મા પુરૂષોના 80 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી મોટી સિદ્ધિ મેળવી છે. જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં અંકુશે ફાઈનલ મુકાબલામાં દક્ષિણ કોરિયાના કિમ મિનસિયોંગને 4-0થી હરાવ્યો હતો. અંકુશ સુભાષ ચંદ્ર ફાઉન્ડેશન બોક્સિંગ ટ્રેનિંગ સેન્ટર, ગામ ગંગવાથી (Subhash Chandra Foundation Boxing Training Center, Gangwa) તાલીમ લેનાર ખેલાડી છે. નાની ઉંમરમાં તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત શાનદાર પ્રદર્શન કરતા પોતાની અલગ ઓળખ બનાવી છે.
અંકુશનો જન્મ 13 ઓગસ્ટ 2005ના હરિયાણાના હિસારના બેરિયામાં થયો હતો. તે પુરૂષોના 80 કિલોગ્રામ ભારવર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. રિંગમાં તેની ઝડપી મૂવમેન્ટ, કાઉન્ટર એટેક અને મુકાબલા દરમિયાન રણનીતિ બદલવાની ક્ષમતા તેની મોટી તાકાત માનવામાં આવે છે. એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ તેના ઝડપથી આગળ વધી રહેલાં આંતરરાષ્ટ્રિય કરિયરમાં એક મોટી સિદ્ધિ છે.
શાનદાર રહી સફર... આંતરરાષ્ટ્રીય સ્તર પર ચમક્યો
અંકુશે 2025 વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલ્સમાં 80 કિલો વર્ગમાં ભાગ લીધો હતો. નવી દિલ્હીમાં આયોજીત આ ટૂર્નામેન્ટમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલમાં તેણે ઈંગ્લેન્ડના ઓલાદેમિજી શિટ્ટૂ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સિલ્વર મેડલની સાથે તેણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ક્ષમતાનો મજબૂત પરિચય આપ્યો હતો.
ત્યારબાદ 2026મા અંકુશે પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો. જુલાઈમાં તેણે ચેકિયાના ઉસ્તી નાદ લાબેમ ગ્રાં પ્રીમાં 80 કિલોગ્રામ વર્ગનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેના કરિયરમાં વધુ એક સિદ્ધિ કોમનવેલ્થ ગેમ્સ 2026મા આવી, જ્યાં તેણે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો.
કોમનવેલ્થમાં પાછળ રહી કરી હતી વાપસી
કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં અંકુશનો સામનો ઈંગ્લેન્ડના જાઇમેજી શિટ્ટૂ સામે થયો. મુકાબલાની શરૂઆત તેના માટે મુશ્કેલ રહી અને પ્રથમ રાઉન્ડમાં 0-5થી પાછળ રહ્યો હતો. તેમ છતાં તેણે ધૈર્ય ગુમાવ્યું નહીં. અંકુશે બંને રાઉન્ડમાં વાપસી કરી અને મુકાબલો પોતાના પક્ષમાં કરી લીધો હતો. તેણે 4-1થી જીત મેળવી ગોલ્ડ મેડલ દેશને અપાવ્યો હતો.
એશિયન ગેમ્સમાં શાનદાર સફર
એશિયન ગેમ્સ 2026મા પણ અંકુશે શરૂઆતથી મજબૂત પ્રદર્શન કર્યું. ક્વાર્ટર ફાઈનલમાં તેણે તાજિકિસ્તાનના નેકર્ઝ સલિમોવને 5-0થી હરાવ્યો હતો. આ જીત સાથે તેણે ભારત માટે મેડલ પાક્કો કર્યો અને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી.
સેમીફાઈનલમાં અંકુશની સામે ઉઝ્બેકિસ્તાનના ફઝલીદ્દીન એરકિનબોએવ હતો. જે 75 કિલોગ્રામ વર્ગમાં વર્તમાન ચેમ્પિયન રહ્યો છે. મુકાબલાની શરૂઆતમાં અંકુશ પાછળ રહ્યો, પરંતુ તેણે પોતાની રણનીતિ બદલી શાનદાર વાપસી કરી હતી. તેણે 4-1તી જીત મેળવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
ફાઈનલમાં કમાલનું પ્રદર્શન
ફાઈનલમાં અંકુશની સામે દક્ષિણ કોરિયાનો કિમ મિનસિયોંગ હતો. બંને બોક્સરો વચ્ચે અંકુશે શરૂઆતમાં નિયંત્રણ બનાવી રાખ્યું. પોતાની ઝડપી મૂવમેન્ટ અને સટીક પંચોના દમ પર મુકાબલો 4-0થી પોતાના નામે કર્યો હતો. આ જીતની સાથે અંકુશે 80 કિલોગ્રામ વર્ગમાં એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સતત મોટી જીત
અંકુશની તાજેતરની સિદ્ધિઓને જુઓ તો તેની સફર સતત આગળ વધી રહી છે. 2025 વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલમાં સિલ્વર જીત્યા બાદ 2026મા ઉસ્તી નાદ લાબેમ ગ્રાં પ્રીનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને હવે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન બોક્સિંગ ટ્રેનિંગ સેન્ટર, ગામ ગંગવાથી નીકળી આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ બનાવનાર અંકુશની આ જીત હરિયાણાના બોક્સિંગ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે. 21 વર્ષની ઉંમરમાં એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીતી તેણે પોતાના કરિયરમાં એક નવો અધ્યાય જોડી લીધો છે.
સુભાષ ચંન્દ્રા ફાઉન્ડેશન બોક્સિંગ ટ્રેનિંગ સેન્ટર ગંગવા શું કરે છે પ્રવૃત્તિઓ
હરિયાણામાં બોક્સિંગના વિકાસ માટે સુભાષ ચંદ્ર ફાઉન્ડેશનની સરાહનીય કામગીરી છે. ગંગવા સ્થિત, સુભાષ ચંદ્ર ફાઉન્ડેશન બોક્સિંગ તાલીમ કેન્દ્ર રમતગમત માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સેવા આપે છે.
બોક્સિંગ તાલીમ : ગ્રામીણ યુવાનોને ઉચ્ચ-સ્તરીય, વ્યાવસાયિક બોક્સિંગ તાલીમ પૂરી પાડવાનો આ કેન્દ્રનો ઉદાત્ત હેતુ છે, આ કેન્દ્ર યુવાનોની રમતગમતની પ્રતિભાને નિખારીને સક્ષમ બનાવે છે.
યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવું : કેન્દ્ર લોકલ રમતવીરોને જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓ માટે તૈયાર કરે છે.
રમતગમતને પ્રોત્સાહન : ગ્રામીણ વિસ્તારોમાં બાળકોમાં રમતગમતમાં રસ કેળવે અને ફિટનેસ અને શિસ્ત વિશે જાગૃતિ લાવે એ માટે પણ આ કેન્દ્ર પોતાની પ્રવૃત્તિઓ કરે છે.
યુવાનોને આપે છે તકો : આ કેન્દ્ર ગ્રામીણ યુવાનોમાં છુપાયેલી રમતગમત પ્રતિભાને ઓળખીને રાષ્ટ્રનું ગૌરવ અપાવવામાં મદદ કરવા માટે યોગ્ય માર્ગદર્શન અને કોચિંગ પૂરું પાડે છે. રમતગમત તાલીમ ઉપરાંત, ફાઉન્ડેશન ગંગવા ગામ અને આસપાસના વિસ્તારોમાં સામાજિક ઉત્થાન અને મહિલા સશક્તિકરણ સંબંધિત પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. આજે દેશને મેડલનું ગૌરવ અપાવનાર અંકુશે એક સમયે આ કેન્દ્રમાં પોતાનું પ્રશિક્ષણ લીધું હતું. આજે આ કેન્દ્ર માટે પણ ગૌરવનો દિવસ છે.