આ 4 રાશિવાળા બંપર ધનવર્ષા માટે રહો તૈયાર! 42 દિવસ સુધી વક્રી શુક્ર કરાવશે છપ્પરફાડ ધનલાભ! પ્રેમમાં રહેશો સફળ

Written ByViral Raval
Published: Oct 02, 2026, 09:04 AM IST|Updated: Oct 02, 2026, 09:21 AM IST
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર પ્રભાવશાળી ગ્રહોમાં ગણવામાં આવે છે. શુક્રને પ્રેમ, સૌંદર્ય, ભોગ અને વિલાસિતાના કારક ગણવામાં આવે છે. શુક્ર એ દૈત્યોના ગુરુ પણ ગણાય છે. 3 ઓક્ટોબરથી શુક્ર વક્રી થશે અને 42 દિવસ બાદ શુક્ર 14 નવેમ્બરના રોજ માર્ગી થઈ જશે.

શુક્રની માર્ગી ચાલ એટલે સીધી ચાલ. વક્રી અવસ્થાવાળા આ સમય દરમિયાન કેટલીક રાશિઓને બંપર  ફાયદો થઈ શકે છે. જાણો તેમાં તમારી રાશિ છે કે નહીં. 

ધન-વૈભવના દાતા શુક્ર1/5

ધન-વૈભવના દાતા શુક્ર

ઓક્ટોબર મહિનો ગ્રહ ગોચરની રીતે ખુબ મહત્વનો છે કારણ કે અનેક ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર જોવા મળવાનો છે. સુખ સુવિધાના કારક ગ્રહ શુક્ર 3 ઓક્ટોબરના રોજ વક્રી અવસ્થામાં આવશે. શુક્ર જ્યારે વક્રી અવસ્થામાં રહેશે તો કેટલીક રાશિઓને આ વક્રી શુક્ર ફાયદો કરાવશે. કેટલીક રાશિઓ માટે પ્રેમ, કરયર અને ધન સંપત્તિ મામલે સકારાત્મક અસરો જોવા મળી શકે છે.
તુલા રાશિ2/5

તુલા રાશિ

શુક્ર એ તુલા રાશિનો સ્વામી ગ્રહ છે એટલે કે તેની વક્રી અવસ્થા ફાયદો કરાવી શકે છે. આત્મવિશ્વાસ વધી શકે છે. કરિયર મામલે અટકેલા કામ પૂરા થવાના યોગ બની રહ્યા છે. ધન સંબંધિત મામલે તમને લાભ થઈ શકે છે. સંબંધોમાં રહેલી ગેરસમજ દૂર થઈ શકે અને નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તકો ઊભી થશે. આર્થિક મોરચે સારો એવો ફાયદો થઈ શકે છે.
વૃષભ રાશિ3/5

વૃષભ રાશિ

રાશિચક્રની બીજી રાશિ એ વૃષભ રાશિ છે અને તેમના સ્વામી પણ શુક્ર છે. આર્થિક મામલે સુધારાના સંકેત મળી શકે છે. અટકેલું ધન પાછું મળી શકે છે. નોકરી અને વેપાર સંબંધિત કામોમાં નવી તકો ઊભી થઈ શકે છે. પ્રેમ સંબંધમાં પણ સકારાત્મક સ્થિતિ રહી શકે છે. જૂના મતભેદો દૂર થશે.
કર્ક રાશિ4/5

કર્ક રાશિ

કર્ક રાશિએ ચંદ્રમાના સ્વામિત્વવાળી રાશિ છે. શુક્રની વક્રી ચાલ આ રાશિવાળા માટે આવકના નવા રસ્તા ખોલી શકે છે. નોકરીયાતોને નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓ માટે પણ સમય સારો રહેશે. પ્રેમસંબંધમાં ગાડી પાટે ચાલશે અને પરિણીતો માટે લગ્નજીવન આનંદીત રહેશે.
મકર રાશિ5/5

મકર રાશિ

મકર રાશિ એ શનિના સ્વામિત્વવાળી રાશિ છે. શુક્રના ઉલ્ટી ચાલના સમયગાળામાં તમને અચાનક ધનલાભની તકો ઊભી થઈ શકે છે. રોકાણ સંબંધિત મામલાઓમાં ફાયદો થવાની શક્યતા છે. નોકરી બદલવાનું વિચારતા હશો તો તક મળશે. પ્રેમ સંબંધમાં મહત્વનો ફેરફાર જોવા મળી શકે છે અને પરિણીતો માટે લગ્નજીવન આનંદીત રહેશે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)