ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન સામે આવ્યું છે. લક્ષદ્વીપના પશ્ચિમ ભાગમાં અરબ સાગરમાંથી ઈરાની બોટને ઝડપી પાડવામાં આવી છે. બોટમાંથી 526 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેની અંદાજિત કિંમત 3 હજાર કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ઓપરેશન દરમિયાન બોટમાં સવાર 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સના આ મોટા જથ્થા સાથે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે.