આ રીતે ભણશે ગુજરાત? માસૂમ ભૂલકા કાદવ-દુર્ગંધ વચ્ચે તબેલામાં ભણવા માટે મજબૂર

તાપી: ‘વાલોડ-10’ આંગણવાડી 17 વર્ષથી મકાનવિહોણી. 27 બાળકો પશુઆહારના ગોદામમાં બેસવા મજબૂર. ઝાડ નીચે અને તબેલામાં બાળકોનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે. કાદવ-કીચડ અને દુર્ગંધ વચ્ચે ભૂલકાઓ ભણવા મજબૂર. આંગણવાડી માટેની જમીનનો હજુ ઉકેલ નથી આવ્યો. છાત્રાલય માટે જમીન ફાળવાઈ, આંગણવાડી માટે નહીં. નાના ભૂલકાંઓની સુવિધા બાબતે કોઈને પડી નથી. 17 વર્ષથી પંચાયત-તાલુકાની કચેરીએ ફાઈલો અટવાયેલી છે. નાસ્તો બનાવવા કાર્યકર 2 કિમી દૂર જાય છે. ટોયલેટ અને પીવાના પાણીની પણ સુવિધા નહીં...

Recommended Videos